વિસનગર એસ.ટી.ડેપોના કર્મચારીઓએ પડતર માંગણીઓ મુદ્દે કાળી પટ્ટી બાંધી

મહેસાણા
મહેસાણા

વિસનગર એસ.ટી ડેપો ખાતે ડેપોના કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. એસ.ટી.નિગમના કર્મચારીઓના 19 પડતર પ્રશ્નો અંગે અવાર નવાર સરકાર અને નિગમમાં લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા કર્મચારીઓમાં રોષ ભભૂક્યો છે. જેને લઇ વિસનગરના કર્મચારીઓએ પણ કાળી પટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો.


ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં ફરજ બજાવતા ડ્રાઇવર, કંડક્ટર, મિકેનિકલ સહિતની નોકરી કરતા હજારો કર્મચારીઓના પડતર માગણીઓ ઉકેલવામાં નહીં આવતા કર્મચારીઓમાં વિરોધનો સૂર ઉઠવા પામ્યો છે. કર્મચારીઓના પ્રશ્નોમાં ટ્રાફિક સુપરવાઇઝર અને વર્કશોપના કર્મચારીને જાહેર રજાનો લાભ આપવો, અવસાન પામેલા કર્મચારીઓના આશ્રિતોને નોકરી આપવી, પાર્ટ ટાઇમ કર્મચારીઓને બોનસ આપવું, ફિક્સ પગારી પોલીસી રદ કરીને કાયમી ભરતી કરવી, ડ્રાઇવર અને કંડક્ટરના ગ્રેડ-પેમાં સુધારો કરવો, સિનિયર અને જુનિયર કર્મચારીઓના પગાર વિસંગતતાને તાકિદે દુર કરવી, ફિક્સ પગારી કર્મચારીઓને પગાર વધારાનો લાભ પાછલી અસરથી ચુકવણી કરવી, મોંઘવારી ભથ્થાનો લાભ અન્ય સરકારી કર્મચારીઓની જેમ આપવો, વર્ષોથી ફરજ બજાવતા પાર્ટ ટાઇમ કર્મચારીઓને કાયમી કરવા અને કામના કલાકોમાં વધારો કરવો. ડેપોમાં કર્મચારીઓની ઘટ પુરવા માટે તાકિદે સિધી ભરતી કરવામાં આવે, કર્મચારીઓને સાતમાં પગારપંચ મુજબ સુધારેલા દરે પગાર ચુકવવો, કર્મચારીઓને ઓવર ટાઇમ નવા પગારપંચ મુજબ આપવો, ફેટલ કે ગંભીર અકસ્માતના કિસ્સામાં ડ્રાઇવરના લાયસન્સને છ માસ સુધી જપ્ત કરવામાં આવે છે. આ સમય દરમિયાન કર્મચારીઓનો પગાર અટકે નહીં તે માટે પુરો પગાર આપવો સહિતની માંગણીઓને લઇને એસ ટી નિગમના કર્મચારીઓએ લડત આંદોલન શરૂ કર્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.