ખેરાલુ શહેરમાં PMના કાર્યક્રમને લઈ તંત્રની તડામાર તૈયારી શરૂ

મહેસાણા
મહેસાણા

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી 30 ઓક્ટોબરના રોજ ખેરાલુ તાલુકાના ડભોડા (કેશરપુરા) ગામે વિવિધ વિકાસ કામોના ખાતમુર્હુત અને લોકાર્પણ કરનાર છે.પ્રધાનમંત્રીના ખેરાલુ પ્રવાસને પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 26 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર ચાર દિવસીય સ્વચ્છતાની મહાઝુંબેશ હાથ ધરાઇ છે. આ ચાર દિવસના પ્રથમ દિવસે ખેરાલુ શહેર અને તાલુકામાં જનપ્રતિનિધિઓ અને નાગરિકો સ્વયભૂ જોડાયા હતા.ખેરાલુના પૂર્વ નગરપાલિકા પ્રમુખ હેમંત શુક્લે જણાવ્યું હતું કે સ્વચ્છતા અભિયાન ઝુંબેશ ચાલી રહી છે જ્યારે પ્રધાનમંત્રીના આગમને પગલે ચાર દિવસીય મહાઝુંબેશને વેગવંતી બનાવવા શહેર,તાલુકા અને ગ્રામ્યજનોનો સહયોગ મળી રહ્યો છે. દેશના પ્રધાનમંત્રીશ્રીએ સેવેલ સ્વચ્છ ભારતના સ્વપનને સાકાર કરવા માટે અમે સૌ કટિબધ્ધ છીએ.

અગ્રણી મનોજ બ્રહમભટ્ટે જણાવ્યું હતું કે આ ચાર દિવસયી મહા અભિયાનમાં નાગરિકોનો સહયોગ મળી રહ્યો છે. સ્વચ્છ ખેરાલુ નિર્મળ ખેરાલુના ધ્યેય સાથે ચાર દિવસીય અભિયાનમાં હું જોડાયો છે તેનો મને ગૌરવ છે. મહેસાણા જિલ્લાના સહિત ખેરાલુના આજુબાજુના વિસ્તારોમાં શરૂ કરેલ સ્વચ્છ ભારત અભિયાનની મહાઝુંબેશના પ્રથમ દિવસે અનેરો લોક સહયોગ મળી રહ્યો છે.દેશના પ્રધાનમંત્રીના આગમને પગલે જિલ્લામાં ચાર દિવસીય સ્વચ્છતાની મહાઝુંબેશથી મહેસાણા જિલ્લો સુંદર અને સ્વચ્છ બની સ્વચ્છતામાં અગ્રેસર રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.