મુડેઠા પુલ નજીક ટ્રક ડિવાઈડર સાથે ટકરાઈ
રખેવાળ ન્યુઝ મુડેઠા : નેશનલ હાઈવે ૨૭ નંબર ભીલડીથી ખીમાણા હાઈવે રોડ પર ઠેર ઠેર મોટા ખાડાઓ પડ્યા હોવાથી નાનાથી માડી મોટા વાહન ચાલકો પોતે જીવ જોખમમાં મૂકીને પસાર થાય છે ત્યારે શુક્રવારે સાંજના ૫ વાગ્યે એક ટ્રક નંબર આરજે- ૦૧- જીએ- ૪૨૨૭ ભીલડી તરફથી આવી રહી હતી અને ગાંધીધામ તરફ જઈ રહી હતી. ત્યારે મુડેઠા પુલ નજીક અને ગ્રામ પંચાયત સામે બંને ટ્રક સાઈડ મારીને પસાર થઈ રહ્યી હતી. જ્યારે રોડ પર મોટો ખાડો આવી જતાં ટ્રક ડ્રાઈવરનું સ્ટેરીંગ કાબૂ ન રહેતાં એક ટ્રક હાઈવે પર ખાડો પાર કરીને પસાર થઈ ગઈ ત્યારબાદ એક ટ્રક ડિવાઈડર સાથે ટકરાઈ હતી. ડ્રાઈવર તેમજ કંડકટરનો આબાદ બચાવ થયો હતો. જોકે, કોઈ જાનહાનિ થઈ ન હતી.