ઊંઝા શહેરમાં નજીવી બાબતે લોખંડની પાઇપ વડે હુમલો

મહેસાણા
મહેસાણા

ઊંઝા શહેરમાં નવરાત્રિમાં પરિવાર ઉપર હુમલો કરતા ત્રણ વિરુદ્ધ ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. વિગત એમ છે, કે ફરિયાદી ઠાકોર દિનેશજીના મહોલ્લામાં નવરાત્રિ મહોત્સવ હતો. જે પરિવાર સાથે નવરાત્રિ મહોત્સવમાં ગરબા રમવા માટે ગયેલા અને નવરાત્રિના દિવસે દિનેશભાઇ ઠાકોરની દીકરીને બીજે ગરબા રમવા જવાનું કહેતા તે તેની બહેનપણીઓ સાથે ગરબા જોવા માટે ગઈ હતી.જે ગત મોડી રાત્રે ત્રણેક વાગ્યાના સુમારે પૂર્ણ થતા પરિવાર સાથે ઘરે આવવા નીકળ્યા હતા. એ અરસામાં ફરિયાદીના મહોલ્લાના ભીલ સુનિતાબેન રમેશભાઇ તથા ભીલ રાહુલભાઇ રમેશ એકદમ દિનેશની પત્નિને કહ્યું કે, છોકરીઓને કેમ બોલો છો તેમ કહી ઠાકોર દિનેશની પત્નિ સોનલ સાથે બોલાચાલી કરી અપશબ્દો બોલ્યા હતા. જેથી દિનેશ ઠાકોર વચ્ચે સમજાવવા ગયેલ તેવામાં અચાનક ભીલ રાહુલભાઇ રમેશ અને અન્ય બીજા બે વ્યક્તિઓ સાથે આવી નજીકમાંથી એક લોખંડની પાઇપ લઇ ઠાકોર દિનેશજીને ઉપરા છપરી મારી હતી.

તેમને લોખંડની પાઇપનો માર માથાના ભાગે જમણી બાજુ વાગતા લોહી નીકળ્યું હતું. તેમજ બુમાબુમ કરતા આજુબાજુ લોકો ભેગા થઇ જતા પરિવારને વધુ મારમાંથી બચાવી લેવાયા હતા. માર મારનાર ત્રણેય જણા જતા-જતા કહ્યું હતું કે, આ વખતે તું બચી ગયો છે ફરીથી સામે આવીશ તો જાનથી મારી નાખશું તેમ કહી આરોપીઓ ભાગી છૂટ્યા હતા.વધુમાં ઠાકોર દિનેશજીની પત્નીએ 108 એમ્બ્યુલન્સને ફોન કરતા ઘટના સ્થળેથી ઊંઝા સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ઊંઝા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા ઊંઝા પોલીસે (1) રાહુલ રમેશભાઈ ભીલ (2) સુનિતા રમેશભાઈ ભીલ (3) અકો, આ ત્રણેય વિરુદ્ધ ઊંઝા પોલીસે આઈ પી સી કલમ, 323, 324, 504, 114, 506(2) અને 135 મુજબનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.