એ.પી.એમ.સી ઊંઝા દ્વારા ગાયત્રી યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું

મહેસાણા
મહેસાણા

ઊંઝા એપી.એમ.સી ઊંઝા 70માં વર્ષમાં પ્રવેશ કરી રહી છે. તે પ્રસંગે એ.પી.એમ.સી ઊંઝા દ્વારા આજરોજ ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને વ્યાપારીઓ તથા ખેડૂતો સમૃદ્ધ બને અને વિશ્વકલ્યાણ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.આજના આ પ્રસંગમાં ઊંઝાના ધારાસભ્ય કે.કે પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ એમ.એસ.પટેલ સહિત સંસ્થાના ઇન્ચાર્જ સેક્રેટરી, ડિરેક્ટરગણ સાથે મોટી સંખ્યામાં વેપારીઓ તથા સામાજિક અગ્રણીઓ અને મહાનુભવો હાજર રહ્યા હતા. ઊંઝા apmcમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઊંઝા apmc ચેરમેન દિનેશભાઇ પટેલ દ્વવારા ગાયત્રી યજ્ઞ કરી ખેડૂતોને અને વેપારી મંડળો સમૃદ્ધ બને અને વિશ્વકલ્યાણ થાય એવી પ્રાર્થના કરી હતી. આજે દશેરા નિમિત્તે ખુબ સરસ આયોજન કરીને આજુબાજુ ગામડાઓમાંથી ખેડૂતોને પણ યજ્ઞમાં આમંત્રિત કર્યા હતા. જેમાં બધા ભેગા મળીને ઊંઝા apmcને 70માં વર્ષ પ્રવેશમાં સહભાગી બન્યા હતા.


વધુમાં ઊંઝા apmc દ્વારા દશેરા નિમિત્તે રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઊંઝા apmc ચેરમેન દિનેશભાઇ પટેલ, ઊંઝા વિધાનસભા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ સહિત રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. નવરાત્રિના નવ દિવસ બાદ દશમાં દિવસે દશેરા હોય છે. અસત્યની સત્ય પર જીતના આ પર્વને દેશમાં ખુબ ધૂમધામથી મનાવવામાં આવે છે. દશેરા એટલે કે વિજયાદશમીએ હિન્દુઓનો પ્રમુખ તહેવાર છે. એવી માન્યતા છે કે, ભગવાન શ્રી રામે દશમીના દિવસે અધર્મી રાવણને હણ્યો હતો. એટલું જ નહીં આ જ દિવસે માતા દુર્ગાએ મહિષાસુર નામના દાનવનો વધ કરીને તેના આતંકથી દેવોને મુક્ત કર્યા હતા.ભગવાન રામે નવ દિવસ સુધી રાવણ સાથે યુધ્ધ કર્યુ હતુ અને આજના દિવસે રાવણને માર્યો હતો. આ સંદર્ભે પણ આ દિવસ વિજ્યાદશમી રૂપે મનાવાય છે. રાવણ કે જેના દસ માથા હતા. પરિણામે આ દિવસને દશેરા એટલેકે દશ માથાવાળાના પ્રાણ હરણના દિવસ રૂપે મનાવાય છે. એવુ માનવામાં આવે છે કે અશ્વિન શુક્લ દશમીના રોજ તારો ઉદય થતા સમય ‘વિજય’ નામનો કાળ હોય છે. આ કાળ સર્વકાર્ય સિદ્ધિદાયક હોય છે. તેથી પણ તેને વિજયાદશમી કહેવાય છે. વિજ્યાદશમીના પૌરાણિક મહત્વ મુજબ શત્રુ પર વિજય મેળવવા માટે આ દિવસે પ્રસ્થાન કરવુ જોઈએ. આ દિવસે શ્રવણ નક્ષત્રનો યોગ વધુ શુભ હોય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.