ડીસા માર્કેટયાર્ડના સુકાનીઓની ચૂંટણી છેલ્લી ઘડીએ રદ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ : બનાસકાંઠા જિલ્લાની માતબર સહકારી સંસ્થાઓની ચૂંટણીઓ આજકાલ ચર્ચાના એરણે ચડી છે. તેમાં પણ જયારથી છેલ્લા ત્રણ માસથી જિલ્લાની જીવાદોરી અને શિરમોર ગણાતી સહકારી સંસ્થા બનાસડેરીની ચૂંટણીના પડઘમ વાગ્યા છે, ત્યારથી જિલ્લાના સહકારી રાજકારણમાં ગરમાવો વર્તાયો છે. બનાસડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનનો ગજગ્રાહ ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે ડેરીના વાઈસ ચેરમેન અને ડીસા એપીએમસીના ચેરમેન માવજીભાઈ દેસાઈ માટે પરીક્ષાનો સમય આવ્યો છે, કારણકે ગત ટર્મમાં તેમના સમર્થક રહેલા એપીએમસીના ડીરેકટર રૂપપુરીજી સ્વામીએ ડીસા એપીએમસીમાં ચેરમેનશીપ માટે પોતાનો દાવો રજુ કર્યો છે. ત્યારે રાજ્યના અગ્રગણય માર્કેટયાર્ડાેમાં ગણાતા ડીસા માર્કેટયાર્ડના ચેરમેન તેમજ વાઈસ ચેરમેનની અઢી વર્ષની મુદ્દત આગામી તા.૦૩-૧૦-ર૦ર૦ના રોજ પુરી થતી હોઈ ગતરોજ તા.૧૧-૦૯-ર૦ર૦ના રોજ ડીસા માર્કેટયાર્ડ ખાતે ચૂંટણી યોજાવાની હતી. ત્યારે ચૂંટણી મુદ્દે શુક્રવારે સભા મળવાની હતી. જોકે છેલ્લી ઘડીએ અચાનક સભા મોકૂફ હોવાનું જાહેર થતાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે. ચૂંટણી અધિકારીએ અનિવાર્ય સંજોગોને કારણે માર્કેટયાર્ડના સુકાનીઓની પસંદગીની બાબતે બોલાવેલી સભા રદ્દ કરી હોવાનું જણાવ્યુ છે. આવી સ્થિતિમાં માર્કેટયાર્ડના ચેરમેન અને વા. ચેરમેનની પસંદગી માટે નવા એજન્ડા મુજબ કાર્યવાહી થશે તેવુ જાણકાર સૂત્રોએ જણાવ્યું છે.
બનાસકાંઠા જીલ્લાની અગ્રણી સહકારી સંસ્થા ડીસા માર્કેટયાર્ડની ચૂંટણીને લઇને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. માર્કેટયાર્ડના સૂકાનીઓની બીજી ટર્મની ચૂંટણી કરવા માટે બજારો બાબતના નિયમોની જોગવાઇ- ૩૩ (૨) અન્વયે ચૂંટણી અધિકારી નિમવામાં આવ્યા છે. જે અન્વ્યે બજાર સમિતિ ડીસાના સભાપતિની દ્રીતીય ટર્મની ચૂંટણી કરવા માટે તા.૪/૯/૨૦૨૦ ના પત્રથી ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર (ગુજરાત સરકાર) ના નિયામક દ્વારા તા.૧૧/૯/૨૦૨૦ ને શુક્રવારે સવારે ૧૧ કલાકે સભા બોલાવવામાં આવી હતી. જોકે આજે રાખવામાં આવેલ સામાન્ય સભા અનિવાર્ય સંજોગોને કારણે મુલત્વી રાખવામાં આવી છે. આથી ડીસા માર્કેટયાર્ડના આગામી ચેરમેન અને વા. ચેરમેન કોણ થશે ? તેને લઇ પંથકમાં અવનવી ચર્ચા જાગી છે. હવે નવા એજન્ડા મુજબ ચૂંટણી યોજાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.