બહુચર માતાને માનાજી રાવ ગાયકવાડે ભેટ ધરેલો નવલખો હાર પહેરાવાયો

મહેસાણા
મહેસાણા

સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિર દેશમાં એકમાત્ર એવું મંદિર છે કે જે મંદિર પાસે રૂપિયા 250 કરોડ કરતાં પણ વધારે કિંમતનો મૂલ્યવાન નવલખો હાર છે. દશેરાના પર્વે નીકળતી પરંપરાગત પાલખીયાત્રામાં બહુચર માતાજી નવ લખો હાર પહેરીને ભાવિક ભક્તોને દર્શન આપે છે. પાલખીયાત્રા દરમિયાન માતાજીને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. જ્યારે નવલખા હારને લઈ પાલખીયાત્રા દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ રહે છે. બહુચર માતાજીને નવલખો હાર પહેરાવવાની 300 કરતાં વધારે વર્ષની પરંપરા આજે પણ અકબંધ જોવા મળી રહી છે.બાલા ત્રિપુરા સુંદરીમાં બહુચરનું મંદિર છેલ્લા 300 કરતા વધારે વર્ષથી લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે.બહુચરાજી મંદિરમાં માતાજીને નિતનવા આભૂષણ પહેરાવવાની ગાયકવાડ સમયથી પરંપરા ચાલી આવે છે.મંદિરમાં તમામ આભૂષણોમાં મૂલ્યવાન હોય તો તે નવલખો હાર છે.માનાજી રાવ ગાયકવાડ દ્વારા આ નવલખો હારને વર્ષો પૂર્વ બહુચર માતાજીને ભેટ આપવામાં આવ્યો હતો.ત્યાંથી દર વર્ષે દશેરાના દિવસે નીકળતી પાલખીયાત્રા દરમિયાન માતાજીને હાર પહેરાવવાની પરંપરા ચાલી આવી રહી છે.


આઠ વર્ષ અગાઉ ઝવેરીઓએ આકેલી કિંમત મુજબ નવલખો હાર રૂપિયા 250 કરોડથી વધુનું બજાર મૂલ્ય ધરાવે છે.દશેરાના દિવસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નવલખો હાર માતાજી ને પહેરાવવાની પરંપરા આજે પણ મંદિર ટ્રસ્ટ દ્વારા નિભાવવમાં આવી રહી છે.નવલખા હારમાં છ કિમતી નીલમ અને પોખરાજ જડવામાં આવ્યા છે.આ ઉપરાંત 150 કરતાં વધુ હીરા ટાંકવામાં આવ્યા છે.નવલખા હારના પ્રત્યેક નિલમનું મૂલ્ય કરોડો રૂપિયામાં અંકાય છે.તેના કારણે જ નવલખા હાર ને આખા વર્ષ દરમિયાન મંદિર ટ્રસ્ટ સલામત સ્થળે રાખે છે.દશેરામા દિવસે મંદિરના ત્રણ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતમાં નવલખા હાર ને માતાજીના શણગારમા લાવવામાં આવે છે.આ નવલખા હાર ના દર્શન કરીને માઈ ભક્તો ધન્ય થાય છે.માતાજીની પાલખીયાત્રા નીકળે ત્યારે માતાજી ને આપવામાં આવતું ગાર્ડ ઓફ ઓનર પણ અનોખી ક્ષણો બની જાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.