કડીના ઝુલાસણ ગામે 118 વર્ષ પછી 5 કરોડના ખર્ચે પ્રાથમિક શાળા નવનિર્માણ પામશે

મહેસાણા
મહેસાણા

કડી તાલુકાના ઝુલાસણ ગામે પ્રાથમિક શાળાનો જીર્ણોદ્ધાર કરવામાં આવશે. 118 વર્ષ જૂની આ પ્રાથમિક શાળાનો જીર્ણોદ્ધાર કરવામાં આવશે 5 કરોડથી પણ વધુ ખર્ચ કરીને નવીન પ્રાથમિક શાળાનો જોરદાર કરવામાં આવશે. વિજયા દશમીના પર્વના દિને ગામના 25થી પણ વધુ NRI પરિવારની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.કડી તાલુકાના ઝુલાસણ ગામે આવેલી પ્રાથમિક શાળાને 118 વર્ષ થતા પ્રાથમિક શાળા જર્જરીત થતા વિજયાદશમીના પાવન પર્વે ખાતમુહૂર્ત શાળાનું કરવામાં આવ્યું હતું. ઝુલાસણ ગામમાં અત્યારે હાલ 1200થી પણ વધુ લોકો રહે છે. તેમજ 2000થી વધુ કેનેડા ઓસ્ટ્રેલિયા તેમજ અમેરિકા જેવા દેશોની અંદર વસવાટ કરે છે.આ ગામ હંમેશા ડોલરિયું ગામ તરીકે ઓળખીતું છે. ગાયકવાડ સરકારથી પણ પહેલાની ઝુલાસણ અનુપમ પ્રાથમિક શાળા આજથી 118 વર્ષ પૂર્વે બાંધકામ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં ત્રણ રૂમોથી પ્રાથમિક શાળાની શરૂઆત થઈ હતી. ધીરે ધીરે વર્ગ ખંડો વધારવામાં આવ્યા હતા. પરંતુ વર્ષો જતા શાળા જર્જરીત થતા શાળાનું નવીનીકરણ કરીને પાંચ કરોડના ખર્ચે નવીન શાળા બનાવવામાં આવશે. જેનું દશેરાના દિવસે ખાત મુહર્ત કરવામાં આવ્યું હતું.


ઝુલાસણ ગામના 2000થી પણ વધુ ગ્રામજનો વિદેશમાં વસવાટ કરે છે. દશેરાના પાવન પર્વે ઝુલાસણ અનુપમ પ્રાથમિક શાળા નવીનીકરણ ખાત મુહૂર્ત તેમજ શતાબ્દી મહોત્સવ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહંત દુર્ગાપ્રસાદ મહારાજ સાયલાની અધ્યક્ષતામાં ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.તેમજ અનુપમ પ્રાથમિક શાળા ઝુલાસણના મુખ્ય ટાઇટલ દાતા પટેલ કુસુમબેન ભરતભાઈ ભક્તિદાસ ડોક્ટર પરિવાર હસ્તે પ્રાથમિક શાળાનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. 25થી પણ વધુ NRI પરિવારની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમજ દશેરાની રાત્રીએ સાંસ્કૃતિક કાર્યક્રમ શાળામાં વિવિધ આગેવાનો તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિમાં યોજાશે.પાંચ કરોડના ખર્ચે અનુપમ પ્રાથમિક શાળા ઝુલાસણ બનવા જઈ રહી છે ત્યારે 28થી વધુ ખંડો તેમજ આધુનિક અને ટેકનોલોજીથી સજજ આ પ્રાથમિક શાળાનું નવીનીકરણ કરવામાં આવશે. તેમજ સરકારની સહાય તેમજ ગ્રાન્ટ ન લઈને નવીનીકરણ કરવામાં આવશે.ઝુલાસણ ગામના માજી સરપંચ દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમારા ગામની પ્રાથમિક શાળા 118 વર્ષ જૂની થતા અને જર્જરીત થતા ગામની કમિટીએ નક્કી કર્યું કે આ સ્કૂલને નવીનીકરણ કરવું જોઈએ. તે માટે આયોજન કરવામાં આવેલુ અને અમેરિકન દાતાઓને રિક્વેસ્ટ કરવામાં આવી હતી.લગભગ પાંચ કરોડનું દાન આપીને આ સ્કૂલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તેમજ મુખ્ય દાતા તરીકે ભરતભાઈ ભક્તિભાઈ પટેલ જેમના હાથે ખાત મુહૂર્ત રાખવામાં આવ્યું હતુ. 25થી પણ વધુ NRI પરિવાર આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે. તેમજ આ શાળામાં અત્યારે 480થી પણ વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.કડી તાલુકાના ઝુલાસણ ગામના પિયુષ બારોટે વધુમાં જણાવ્યું હતું કે, અમારા ગામના સાડા ત્રણ હજારથી પણ વધારે લોકો વિદેશમાં વસવાટ કરી રહ્યા છે. ગામની અમારી ડોલો માતા, અમારા વેરાઈ માતા અને ખાસ અમારું ગામ વિશ્વની અંદર પ્રસિદ્ધ છે તેવા સુનિતા વિલિયમ્સનું ગામ.આ શાળા બહુ મોટાપાયે ઊભી થશે ત્યારે અમે તેમજ અમારી આવનારી પેઢીઓ પણ કદાચ યાદ કરશે. આ શાળામાં ભણીને જે ભૂલકાઓ બહાર નીકળશે. અમે બધા કમિટી વતી ભગવાનને પ્રાર્થના કરીએ અહીં ભણીને બહાર નીકળવા વાળા વિદ્યાર્થીઓ બહુ આગળ વધે અને આ ગામને ન ભૂલે તેવી અભ્યર્થના.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.