મેઘરજના બાઠીવાડા ગામે માથે માટીનો ગરબો લઈને ઘુમ્મર સાથે અનોખી શ્રદ્ધા

અરવલ્લી
અરવલ્લી

નવરાત્રી પર્વના છેલ્લો દિવસ એટલે આસો સુદ નોમ. આ દિવસે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પદ્ધતિથી ગરબા થતા હોય છે. ત્યારે મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ પુરાતન પદ્ધતિ એ માથે માટીનો ગરબો લઈને ઘુમવાનું યથાવત છે.


મેઘરજ તાલુકો ગુજરાત રાજસ્થાન સરહદે આવેલો છે. ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગે બક્ષીપંચ ઠાકોર સમાજની વસ્તી છે. ત્યારે આ વિસ્તારમાં બદલાતા ડીઝીટલ યુગમાં વર્ષો જૂની પરંપરા આજે પણ જીવંત છે. આ વિસ્તારમાં આવેલા બાઠીવાડા ગામે આસો સુદ નોમના દિવસે અબાલ વૃદ્ધ સૌકોઈ મોટી સંખ્યામાં ગામની માંડવડી એ એકત્રિત થાય છે અને મહિલાઓ પુરુષો સામુહિક રીતે માથે માટીનો ગરબો અને ગરબામાં દીવો પ્રગટાવી ચાલુ જ્યોતે માતાજીનો ગરબો માથે લઈને સામુહિક રીતે ઘુમ્મર માંડે છે. આ એક અનોખી શ્રદ્ધા છે. ત્યારે મોટી સંખ્યામાં માઇભક્તો માતાજીના દર્શન માટે ઉમટી પડે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.