કડીના સાદરા સીમમાં આવેલી 5 ફેક્ટરીઓમાં ચોરીને અંજામ આપ્યો

મહેસાણા
મહેસાણા

કડી તાલુકા તેમજ શેહેરની અંદર ફરી એકવાર ચડ્ડી બનિયાન ધારી ગેંગનો તરખાટ જોવા મળ્યો હતો. કડી તાલુકાના સાદરા ગામની સીમમાં આવેલા પાંચ ફેક્ટરીઓ અને કંપનીઓમાં પથ્થર મારો કરી લૂંટ ચલાવી હતી. તેમજ કંપનીમાં નોકરી કરતા સિક્યુરિટી ગાર્ડને ઓફિસમાં બલોવીને પથ્થરમારો કર્યો હતો. જ્યાં સિક્યુરિટી ગાર્ડને માથાના ભાગે ત્રણ ટાંકા આવ્યા હતા. ઘટનાને લઇ કડી પોલીસ આવી પહોંચી હતી અને ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.કડી તાલુકાના સાદરા ગામની સીમમાં આવેલી 5 કંપનીઓ તેમજ ફેક્ટરીઓની અંદર એક જ રાતમાં ચડ્ડી બનિયાનધારી ગેંગે તરખાટ મચાવી દેતા ફેક્ટરીઓના માલિકોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. સાદરા ગામની સીમમાં આવેલી ગ્રીન અર્થ કંપનીમાં નોકરી કરતા અને ધોરીયા ગામના વતની જશવંતભાઈ ઠાકોર સિક્યુરિટી તરીકે નોકરી કરી રહ્યા છે. સોમવારે તેઓ રાબેતા મુજબ પોતાની નોકરી ઉપર આવ્યા હતા અને સિક્યુરિટી ઓફિસમાં બેઠા હતા. ત્યારે મોડી રાત દરમિયાન ગેટ પાસે ચડ્ડી બનિયાનધારી ગેંગના ઇસમો આવી ચડ્યા હતા અને દરવાજો ખોલ તેવું સિક્યુરિટી ગાર્ડને કહ્યું હતું.


સિક્યુરિટી ગાર્ડ જશવંત ઠાકોરે કહ્યું કે, હું તમને ઓળખતો નથી અને તમે લોકો કોણ છો?. જેવું કહેતા આવેલા ગેંગના માણસોએ કહ્યું કે જો તું કોઈને ફોન કરીશ તો તને જાનથી મારી નાખીશું. તેવું કહીને છૂટ્ટા પથ્થરનો મારો શરૂ કરી દીધો હતો. જ્યાં ઓફિસના કાચ તૂટી ગયા હતા અને પથ્થર જશવંત ઠાકોરને માથાના ભાગે વાગતા ઈજાઓ પહોંચી હતી અને લોહી નીકળવા લાગ્યું હતું. જે બાદ ચડ્ડી બનિયાન ધારી ગેંગના તસ્કરોએ કંપનીમાં પ્રવેશ કરી તોડફોડ શરૂ કરી હતી.જશવંતભાઈને ઓફિસની અંદર દરવાજો બંધ કરીને પૂરી દીધા હતા. જે બાદ ચડ્ડી બનિયાન ધારી ગેંગના તસ્કરો ત્યાંથી વંડાઓ કૂદી ફરાર થઈ ગયા હતા. મંગળવારે વહેલી સવારે કંપનીના વાયરમેન આવતા તેને માલુમ થયું હતું ,કે કંપનીની અંદર કંઈક અજુગતું બન્યું છે. જેથી કંપનીના સિક્યુરિટી રૂમ તરફ જતા તોડફોડ જોવા મળી હતી અને સિક્યુરિટીને બહાર કાઢી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જે બાદ કંપનીના માલિકને જાણ કરવામાં આવી હતી.કંપનીના માલિકને જાણ થતા પોતાની કંપની ઉપર આવી પહોંચી કંપનીની અંદર તપાસ કરતાં કંપનીમાં રહેલા વિનિયર કેલીપર કિંમત રૂપિયા 5,000ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હોવાનું માલુમ થયું હતું. જ્યારે આજુબાજુમાં આવેલી અન્ય કંપનીઓમાં પણ ચડ્ડી બનિયાન ધારી ગેંગ ત્રાટકી હતી. સાદરા ગામની સીમમાં આવેલી આશુતોષ માર્કેટિંગમાં તસ્કરો ત્રાટકી રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા હતા. તેમજ ચુજી ફ્રુડ પ્રાઇવેટ લિ. પાર્થ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની ઓફીસ સહિત પાંચ કંપનીઓને નિશાન બનાવી કંપનીઓમાં ચડ્ડી બનિયાન ધારી ગેંગે તોડફોડ કરી સીસીટીવીના ડીવીઆરની પણ ચોરી કરી તરખાટ મચાવી દેતા કંપનીના માલિકોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને સીસીટીવી કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.