અંબાજીના છાપરી પાસે રાજસ્થાન પોલીસે વિદેશી દારૂ લઇ જતા બે લોકોને પકડ્યા
રખેવાળ ન્યુઝ અંબાજી : યાત્રાધામ અંબાજી નજીક છાપરી ચેક પોસ્ટથી ગુજરાતમાં ઘુસાડાતો વિદ્સી દારુ નો જથ્થો રાજસ્થાન પોલીસે ઝડપી પાડ્યો છે. રાજસ્થાનમાંથી વિદેશીદારુ લઈ ગુજરાત પાર્સીંગની ક્વોલીસ ગાડી નંબર જીજે ૦૫ ૨૫૯૮ માં સીટની નીચે ચોર ખાના મા સંતાડેલો વિદેશી દારુ વિવિધ બ્રાન્ડની ૯૨ બોટલો ગુજરાતમાં પ્રવેશે તે પહેલાજ રાજસ્થાન છાપરી પોલીસ ચેકપોસ્ટ ના હે.કો. રામઅવતાર મીણા, નાથુલાલ તથા સુજાનસિહ દ્વારા કરાઈ રહેલી તપાસ કામગીરી દરમ્યાન ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે આકામે વપરાયેવી ક્વોલીસ કાર સહીત બે વ્યક્તિઓની ધરપકડ કરી છે.