![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/09/320.jpg)
ડીસા ટ્રાફિક પોલીસે ૪૬,૫૦૦ નો દંડ વસુલ્યો
રખેવાળ ન્યુઝ ડીસા
કોરોના મહામારી વચ્ચે માર્ગ અકસ્માત અટકાવવા સરકાર દ્વારા રાજ્યભરમાં સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને હેલ્મેટ, માસ્ક સહિતની સરકારની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો પાસેથી સ્થળ ઉપર જ દંડ વસુલવામાં આવે છે. જેના ભાગરૂપે ડીસા શહેર ટ્રાફિક શાખાના ઇન્ચાર્જ પી.એસ. આઈ. ડી. આર. પારગી તથા સ્ટાફ દ્વારા નાકાબંધી ગોઠવી હેલ્મેટ વગરના ૭૧ વાહન ચાલકો પાસેથી રૂ. ૩૫,૫૦૦ તથા સીટ બેલ્ટ ન બાંધનાર ૨૨ વાહન ચાલકો પાસેથી રૂ. ૧૧,૦૦૦ મળી કુલ રૂ. ૪૬,૫૦૦ નો દંડ સ્થળ ઉપર જ વસુલ કર્યો હતો તેમજ પ વાહન પણ ડિટેઇન કર્યા હતા. પોલીસની કડકાઇથી વાહન ચાલકો ફફડી ઉઠ્યા હતા