વિસનગરના છોગાળાથી આગળ સધી માતાના મંદિર નજીક ટ્રકચાલકે એક્ટિવા પર સવાર પુત્રનું ઘટનાસ્થળે જ મોત

મહેસાણા
મહેસાણા

વિસનગરના છોગાળાથી આગળ સધી માતાના મંદિર નજીક વિસનગર તરફ આવતા એક્ટિવાને પૂરઝડપે આવી રહેલા ટ્રકે ટક્કર મારતા એક્ટિવા પર સવાર પિતા પુત્ર નીચે પટકાયા હતા. જેમાં પુત્રના છાતીના ભાગ પરથી ટ્રક આગળ જતા પુત્રનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. તેમજ પિતાને પણ ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જેથી ટક્કર મારનાર ટ્રક ચાલક વિરૂદ્ધ પિતાએ વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.તાલુકાના દેણપ ગામના રજનીકાંત મફતલાલ ત્રિવેદી તેમના દીકરા મુકેશ સાથે ગત રોજ સવારે એક્ટિવા લઈ વિસનગર જવા માટે નીકળ્યા હતા. એક્ટિવા મુકેશ ચલાવતો હતો. જેમાં વિસનગર તરફ જતા છોગાળા આગળ સધી માતાના મંદિર નજીક પહોંચતા પાછળથી પૂરઝડપે આવી રહેલા ટ્રકે એક્ટિવાને ટક્કર મારતા બન્ને પિતા-પુત્ર નીચે પટકાયા હતા. જેમાં ટ્રક મુકેશના છાતીના ભાગ પરથી પસાર થતા મુકેશનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે પિતા રજનીકાંતને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે વિસનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેથી ટ્રકના ચાલકે પૂરઝડપે આવી એક્ટિવાને ટક્કર મારતા પુત્રનુ મોત થતાં તેમજ પિતાને ગંભીર ઇજાઓ પહોંચતા ટ્રક મૂકી ફરાર થનાર ચાલક વિરૂદ્ધ વિસનગર શહેર પોલીસ મથકમાં રજનીકાંતે ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

તાલુકાના ગુંજા ગામમાં રહેતા ચૌધરી જેઠાભાઇ રેવાભાઇ નામના 78 વર્ષીય વૃદ્ધ ગત 14 સપ્ટેમ્બરના રોજ વિસનગર-વડનગર રોડ ઉપર આવેલી સરાવલી નામે ઓળખાતા વિસ્તારમાં આવેલા ખેતરમાં એરંડાનું વાવેતર કરેલું હોવાથી નીંદામણ કરવા માટે ગયા હતા. જેઓ આખો દિવસ ખેતરમાં રોકાયેલ હતા. જ્યાં માંડી રાત સુધી તેઓ ઘરે ન આવતાં તેમના પરિવારજનો તેમને શોધવા માટે નીકળ્યા હતા, પરંતુ ખેતરમાં તેઓ મળી આવ્યા ન હતા. જ્યાં રાત્રે આઠ વાગ્યે હાઇવે રોડ ઉપર તપાસ કરતાં જેઠાભાઇ રોડની સાઇડમાં માથાના તેમજ શરીરના ભાગે ઇજા પામેલ મળી આવતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે વિસનગરની સિવીલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. જે સમયે જેઠાભાઇના પરિવારજનોએ પોલીસ કાર્યવાહી તેમજ પી.એમ.કરાવવાની ના કરવાનું તેમના મોટા દિકરા કનુભાઇએ નિવેદન આપ્યું હતું જો કે પાછળથી તેમના નાનાભાઇ દિલીપભાઇ જેઠાભાઇ ચૌધરીએ ફરિયાદ દાખલ કરવા અરજી કરી હતી. જેમાં ઘટનાના એક માસ અગાઉ પણ વધુ સમય વીતી ગયા બાદ પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.