બાયડના ડેમાઈ ખાતે અનોખી વેશભૂષા સાથે ગરબાનું આયોજન
હાલ નવરાત્રિ પર્વ ચાલી રહ્યો છે. ત્યારે માતાજીના ગરબામાં અલગ અલગ પ્રાદેશિક પ્રેરણાદાયી પાત્રો સહિત પોશાકો સાથે નવરાત્રિ પર્વની માઇ ભક્તો ઉજવણી કરતા હોય છે. ત્યારે બાયડના ડેમાઈ ગામે કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા અનોખી વેશભૂષાના ગરબા યોજાયા.
બાયડના ડેમાઈ ગામે કચ્છી સમાજ દ્વારા ભારત દેશની આઝાદી માટે બલિદાન આપનાર ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ,શહીદ ભગતસિંહ, તેમજ ગામડાનો ખેડૂત તેમજ ગામડાની નમણી નાર જેવા અલગ અલગ પાત્રોના વેશ ધારણ કરીને ગરબે ઘૂમ્યા હતા. ત્યારે ગામડાઓમાં પણ અલગ અલગ વેશ ધારણ કરીને લોકોને પ્રેરણા મળે તે માટે ભાતિગઢ વેશ ધારણ કરીને ગરબા યોજાયા.