વિસનગરની તિરૂપતિ લબ્ધિ ફ્લેટમાં નવરાત્રિના છઠ્ઠા નોરતાની ઉજવણી

મહેસાણા
મહેસાણા

વિસનગરમાં કડા ચોકડી નજીક લબ્ધિ ફ્લેટ ખાતે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નવરાત્રિના છઠ્ઠા નોરતે સોસાયટીના રહીશો દ્વારા વેશભૂષા કાર્યકમનું આયોજન કરાયું હતું. જેમાં બાળકો સહિત સોસાયટીના રહીશો અવનવી વેશભૂષા પહેરીને આવ્યા હતા અને ગરબે ઘૂમ્યા હતા.


કડા ચોકડી નજીક આવેલા તિરૂપતિ લબ્ધિ ફ્લેટમાં સોસાયટીના રહીશો દ્વારા નવલી નવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબાની મોજ કરી રહ્યા છે. ત્યારે શેરી ગરબા પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જેમાં તિરૂપતિ લબ્ધિ ફ્લેટ ખાતે છઠ્ઠા નોરતે અવનવી વેશભૂષા પહેરી ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી. જેમાં આરતી કર્યા બાદ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા અને નાના બાળકો અવનવી વેશભૂષા પહેરી આવ્યા હતા. જ્યાં પ્રોત્સાહિત ઈનામ પણ આપવામાં આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.