મહેસાણાની ગ્રીનવિલા સોસાયટીમાં અને રાધનપુર રોડ પર મારુતિ ફ્લેટના સભ્યોએ વેશભૂષા યોજી ગરબે ઘૂમ્યા

મહેસાણા
મહેસાણા

મહેસાણાની ગ્રીનવિલા સોસાયટીમાં સભ્યોએ વેશભૂષા યોજી ગરબે ઘૂમ્યા હતા. નવરાત્રિ પર્વના છઠ્ઠા દિવસે ખેલૈયા ધામ ધૂમથી ગરબે ઘૂમી રહ્યા છે. ત્યારે મહેસાણાની ગ્રીનવિલા સોસાયટીમાં રહેતા સભ્યો આજ વિવિધ વેશ ધારણ કરી ગરબે ઘૂમ્યા હતા. જેમાં બાળકો ડોકટર,પોલીસ,વકીલ સહિતના ડ્રેશમાં ગરબે રમ્યા હતા. ત્યારે મહિલાઓ પણ સાડી ડ્રેસ કોડ સિંગલ થીમ પર ગરબે રમતી જોવા મળી હતી.


મહેસાણામાં રાધનપુર રોડ પર આવેલ મારુતિ ફેલટ ખાતે પણ સભ્યો એ વેશભૂષા યોજી ગરબે ઘૂમ્યા હતા જેમાં નાના બાળકો થી લઈ મોટાઓ વેશ ભૂષામાં ભાગ લઈ ગરબે રમ્યા હતા.

 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.