ડીસાના ઓઢવા ગામના યુવાન સાથે બાઇકની ઓનલાઈન ખરીદીના નામે રૂપિયા ૭૯૦૦૦ની છેતરપીંડી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ભીલડી : ડીસા તાલુકાના ઓઢવા ગામના એક યુવકે ઓ. એલ. એક્સ સાઇટ ઉપર જુના બાઇક વેચાણની જાહેરાત દેખી પ્રોસેસ કરી હતી. જેમાં એક શખ્સે બાઇકની કિંમત, પ્રોસેસિંગ ફી સહિત જુદા જુદા બહાના બતાવી રૂપિયા ૭૯,૦૦૦ની ઓનલાઈન છેતરપીંડી કરી હતી. આ અંગે યુવકે ભિલડી પોલીસ મથકમાં જાણવા જોગ અરજી આપેલ છે.
ડીસા પંથકમાં ચકચારી બનેલા કિસ્સાની વિગત એવી છે કે, ઓઢવા ગામના સુરેશભાઈ નાગજીભાઈ પરમારે ઓ. એલ. એક્સ સાઇટ ઉપર જુના બાઇક વેચાણની જાહેરાત દેખી હતી. જેમાં એક બાઇકની કિંમત રૂપિયા ૨૧,૦૦૦ અને બીજાની રૂપિયા ૨૫,૦૦૦ હતી. જે ખરીદવા માટે કોન્ટેક નંબર મેળવી સામેની વ્યક્તિને ફોન કર્યો હતો. અને વોટ્‌સએપ ઉપર આધારકાર્ડ, ફોટા સહિતના ડોક્યુમેન્ટ મુક્યા હતા. સામે પણ પેલા વ્યક્તિએ બાઇકની આર. સી. બુક મુકી વિશ્વાસ કેળવ્યો હતો. જે બાદ ટ્રાન્સપોર્ટ ખર્ચ પેટે રૂપિયા ૪૦૪૦ ઓન લાઈન મંગાવ્યા હતા. જે બાદ બાઇકની ડિલિવરી પેટે ૧૧૯૯૯ મંગાવ્યા હતા. જોકે, સુરેશભાઈએ ૧૧૯૦૦ જ મોકલતા આ રકમ ફોલ્ટમાં ગયા છે. પુરી રકમ મોકલો તેમ કહી અગાઉની રકમ રીફન્ડ મળશે એવું જણાવતાં સુરેશભાઈએ ફરીથી રૂપિયા ૧૧૯૯૯ મોકલ્યા હતા. જે બાદ બાઈકના પેમેન્ટ પેટે પણ રૂપિયા ૧૮૦૦૦ મોકલતા તે ફોલ્ટમાં ગયા છે. રીફન્ડ મળશે તેમ કહી રૂપિયા ૧૮૦૬૧ ફરી મંગાવ્યા હતા. આ શખ્સ આટલેથી ન અટકતા તમારી સમય મર્યાદા પુરી થઈ ગઈ હોઈ પુનઃ રૂપિયા ૨૧૦૦૦ મંગાવ્યા હતા. જોકે, સુરેશભાઈ પાસે પૂરતું પેમેન્ટ ન હોવાના કારણે ૧૫૦૦૦ જ મોકલ્યા હતા. જે પછી પણ નાણાંની માંગણી કરાઈ હતી. જોકે, મૂળ વડોદરા એરપોર્ટથી દિલીપભાઈ નામનો શખ્સ બોલું છું એવુ જણાવ્યું હતું તેવું હિન્દી ભાષા મા જણાવ્યું હતું અને પોતાની સાથે છેતરપીંડી કરી હોવા નુ જાણ થતાં તેમણે વધુ નાણાં ૮૦૦૦ ની માગણી કરી હતી ફરીથી તેઓ ન આપતાં તેમને લાગી આવ્યું હતુ કે હુ છેતરાઈ રહ્યો છું એક બાજુ સરકાર દ્વારા લોકો ની જન જાગૃતિ માટે સોસલ મીડીયા માં ઓરીજીનલ ડોક્યુમેન્ટ ના આપવા એવી જાહેરાત આપવામા આવે છે છતાં લોકો ફાયદો મા સસ્તું લેવા માટે લોકો છેતરાતા હોય છે જેમા ડિસા તાલુકા ના ઓઢવા ગામના એક ખેડૂત સસ્તા ઓનલાઈન બે બાઈક ખરીદવા માટે ૭૯૦૦૦ ગુમાવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.