મોલીપુર ગામે કલેક્ટર અને DDOએ ગ્રામજનો સાથે રસીકરણ રેઝીસ્ટન્ટ ફેમિલીની અગત્યતા બાબતે બેઠક યોજી

મહેસાણા
મહેસાણા

જિલ્લા કલેકટર એમ નાગરાજન અને જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશના અધ્યક્ષ સ્થાને બાદલપુર સબસેન્ટરના મોલીપુર ગામે રસીકરણ રેઝીસ્ટન્ટ ફેમીલીની બેઠક ગામના લોકબઆગેવાનો સાથે યોજવામાં આવી હતી.જિલ્લા કલેકટર એમ નાગરાજન દ્રારા રસીકરણ અંગે માહીતી આપી લોકો ને રસીકરણ માટે જાગૃતિ લાવવા આહવાન કર્યું હતું. આ ઉપરાંત જીલા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ સંબધિત અધિકારીઓને દરેક સગર્ભા માતાના પી.એમ.જે.એ વાય કાર્ડ બની જાય તે માટે ઝુંબેશરૂપી કામગીરી કરવા સૂચન કર્યું હતું.ગ્રામજનોની મીટિંગમાં દિવ્યાંગ પ્રમાણપત્રો અંગેની રાજુઆત થતાં તે અંગે અધિકારીઓ દ્વારા સંબધિતોને ઝડપથી પ્રમાણપત્રો મળે તેવી વ્યવસ્થા બાબતે ખાસ અધિકારીઓને સૂચન કર્યં હતું.મોલીપુર ગામનું પેટાકેન્દ્ર બાદરપૂર હાલના તબબક્કે સરકારના ધારા ધોરણ કરતાં વધારે વસ્તી (12056)ધરાવતું હોઈ મોલીપુર અલગ સબસેન્ટર મંજૂર કરાવી આપવાની ગ્રામજનોની વિનંતી અંગે જિલ્લા આરોગ્ય અધિકારીએ હકારત્મક રીતે કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું.


મહેસાણા જિલ્લામાં માતા મરણ અને બાળ મરણ અટકાવવા માટે વહીવટીતંત્ર કટિબધ્ધ છે તે માતા મરણનું સાર્વત્રિક કારણ લોહીની ઉણપ છે જે માટે દર મહિનાના ત્રીજા શુક્રવારે વડનગર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાય છે જે બાબતથી ગ્રામજનોને અવગત કર્યા હતા.જિલ્લા કલેકટરે આયુષ્યમાન ભારત યોજના જે લોકો આર્થીક રીતે નબળા છે તેઓ માટે આર્શીવાદ સમાન છે તેમ જણાવી દરેકને અને ખાસ કરીને સર્ગભા માતાઓને આયુષ્યમાન ભારત કાર્ડ માટે ખાસ અનુંરોધ કર્યો હતો.જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશે ગ્રામજનોને સગર્ભા માતાને કેવા જોખમો હોઇ શકે તેની તે ખુબજ વિષદ રીતે લોકોની સમજ આપી. આ ઉપરાંત માતા મરણ કેવી રીતે અટકાવી શકાય તે બાબતે ઉપાયો પણ સૂચવ્યા હતા.માતા મરણ અને બાળ મરણ અટકાવવા રાજય સરકાર દ્વારા થતા પ્રયત્નો અંગે પણ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.