ચડોતર પાસે ટ્રકની લૂંટ કરનારા ત્રણ શખ્સ ઝડપાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : પાલનપુર ડીસા હાઇવે પર ચડોતર પાસે મધરાત્રે કારમાં આવેલા શખ્સોએ ટ્રકને આંતરી તેના ચાલકનું અપહરણ કરી ટ્રકની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. દરમિયાન લૂંટારુંઓ રાજસ્થાનમાં ઝડપાઇ ગયા હોઈ એમનો કબ્જો લેવાની પોલીસે તજવીજ હાથ ધરી છે.
પાલનપુર – ડીસા હાઇવે ઉપર બનેલી લૂંટની ઘટનાની વિગતો એવી છે કે, ટ્રક નંબર જીજે.૦૯.એવી. ૯૬૨૩ના ચાલક બાબુલાલ રાત્રીના ૨.૦૦ કલાકે ડીસા માટી ભરવા જઈ રહ્યા હતા. દરમિયાન ચડોતર નજીક કાર નંબર જીજે૦૧કેએ ૨૯૫૧માં આવેલા અજાણ્યા શખ્સોએ ટ્રકને આંતરી ઉભી રખાવી હતી. અને બાબુલાલને નીચે ઉતારી આંખો ઉપર રૂમાલ બાંધી કારમાં અપહરણ કરી તેની પાસેથી રૂપિયા

૪૦૦૦ નો મોબાઈલ ફોન, રૂપિયા ૫૦૦ રોકડા તેમજ રૂપિયા ૧૦,૦૦,૦૦૦ની ટ્રકની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ અંગે પાલનપુર દેવપુરાના પાટિયા પાસે રહેતા વિનુભાઈ છગનભાઈ વણઝારાએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન રાજસ્થાનના પાલડી પોલીસ મથક નજીક નાકાબંધી દરમિયાન થાણાધિકારી સુજાનારામ, હે. કો. ગિરધરસિંહ અને નરેન્દ્રકુમારે રાજસ્થાનના જેસલમેર જિલ્લાના સમથાના ગામના મદનલાલ પ્રહલાદલાલ મેઘવાળ, મેધારામ ભુરારામ મેઘવાળ અને ધનવા ગામના ફતનખાં માજીખાં મુસલમાનને ઝડપી લેવાયા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.