હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં આજે વાદળછાયા વાતાવરણની શક્યતા
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શુક્રવારના રોજ રાજ્યમાં વાદળછાયું વાતારણ રહે તેવી સંભાવના છે. જો કે 21 ઓકટોબરના રોજ અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ બનશે. જેના પગલે વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમજ હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ,આણંદ, બનાસકાંઠા,ભરુચ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, જુનાગઢ, ખેડા, નવસારી, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો દાહોદ, ગીર સોમનાથ,મહીસાગર, મોરબી, રાજકોટ,સાબરકાંઠા, વડોદરા, વલસાડ સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન છે. અરવલ્લી, છોટાઉદેપુર, પાટણ, સુરત,તાપી સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ પોરબંદર, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 28 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવ છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, આણંદ,ભરુચ, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ખેડા,મહેસાણા, નર્મદા,નવસારી,રાજકોટ, સાબરકાંઠા,વલસાડ સહિતના જિલ્લાઓમાં 26 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. તો આજે તાપી, પાટણ, પંચમહાલ,દાહોદ, છોટાઉદેપુરમાં 24 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.