સુરતમાં ભારે બફારા વચ્ચે કડાકા ભડાકા સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ

ગુજરાત
ગુજરાત

શહેરમાં ભારે વરસાદની ઈનિંગ પુરી થયા બાદ ભારે બફારાનો માહોલ સર્જાયો છે. છેલ્લા સાતેક દિવસથી ભારે બફારાનો સામનો કરી રહેલા શહેરીજનોને આજે રાહત થઈ છે. શહેરમાં બપોર બાદ અલગ અલગ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. વરસાદી ઝાપટાના કારણે શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. પાંચેક ડિગ્રી તાપમાન વધી ગયા બાદ વરસાદી ઝાપટાંથી લોકોએ હાશકારાની લાગણી અનુભવી છે. શહેરના કતારગામ, સરથાણા, વરાછા, સ્ટેશન, વાલક સહિતના વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડવાથી ભારે ઉકળાટ વચ્ચે ઠંડકનો અહેસાસ લોકોને કરવા મળ્યો છે.

છેલ્લા સાતેક દિવસથી પવન સ્થિર થઈ ગયો હતો. જેથી લોકોને ભારે બફારા અને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો હતો. ઉનાળા કરતાં પણ ભાદરવાનો તાપ અકળાવી મુકે તેવો હતો. આ દરમિયાન આજે વરસાદી માહોલથી લોકોને રાહતનો અનુભવ કરવા મળ્યો હતો. ભારે કડાકા ભડાકા વચ્ચે સારો એવો વરસાદ પડતાં લોકોને ઠંડકનો અનુભવ થયો છે

છેલ્લા સાતેક દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હોવાથી ભાદરવો તપી રહ્યો હતો. જેથી શહેરનું તાપમાન વધીને 36 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. પરંતુ આજે વરસાદ પડતાં ત્રણેક ડિગ્રી તાપમાનમાં રાહત લોકોને અનુભવવા મળી હતી. કતારગામ અને રેલવે સ્ટેશન વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.