વિસનગરમાં વિશાલ પાર્ટી પ્લોટમાં ખેલૈયાઓ ઘૂમ્યા

મહેસાણા
મહેસાણા

વિસનગર શહેરમાં નવરાત્રિના ચોથા નોરતાના દિવસે વિશાલ પાર્ટી પ્લોટ ખાતે કોપરસિટી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચાર દિવસીય નવરાત્રી મહોત્સવનું આયોજન બ્લડ બેન્કના લાભાર્થે કરવામાં આવ્યું છે. જેમાં નવરાત્રીના ચોથા દિવસે વિશાલ પાર્ટી પ્લોટ માં ખેલૈયાઓ અવનવી વેશભૂષા સાથે ગરબે ઘૂમ્યા હતા. નાના બાળકો સહિત મોટા લોકો પણ ગરબે ઘૂમ્યા હતા. જેમાં ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે હાજરી આપી હતી.


વિશાલ પાર્ટી પ્લોટ ખાતે બ્લડ બેન્કના લાભાર્થે નવરાત્રિ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચાર દિવસીય મહોત્સવમાં બ્લડ બેન્કમાં નવીન મશીનરી લાવવા માટે આયોજન કરાયું છે. જેમાં આ નવરાત્રી મહોત્સવના પ્રથમ દિવસે ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી. અવનવા સ્ટેપ તેમજ અવનવી વેશભૂષા સાથે ગરબા રસિકો મન મૂકીને નાચ્યા હતા. કલાકારો તમામ ગરબા રસિકો ને ડોલાવ્યા હતા.વિશાલ પાર્ટી પ્લોટ ખાતે ગરબા રસિકો અવનવી ચણીયા ચોળી, કુર્તા, કેડિયા, સમાજની વેશભૂષા સહિત પહેરી મોટી સંખ્યામાં ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. મોટી સંખ્યામાં ગ્રાઉન્ડ રસિકોથી ઉભરાઈ જવા પામ્યું હતું.

 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.