મોડાસા યાર્ડમાં 40 હજારથી વધુ મગફળીની બોરીની આવક

અરવલ્લી
અરવલ્લી

મોડાસા માર્કેટયાર્ડમાં મગફળીની વિક્રમી આવક શરૂ થઈ છે. મોડાસા અને ટીંટોઈ યાર્ડમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન 40,000 કરતાં વધુ મગફળીની બોરીની આવક થઈ હોવાનું મોડાસા યાર્ડના કર્મી રાકેશભાઈ શામળભાઈ પટેલે અને લાલજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું. અરવલ્લીમાં ચોમાસામાં 55હજાર હેક્ટર કરતાં વધુ જમીનમાં મગફળીનું વાવેતર થયું છે.

મોડાસા યાર્ડમાં છેલ્લા 15 દિવસથી મગફળીની આવક શરૂ થઈ છે. જેમાં છેલ્લા એક સપ્તાહથી મોડાસા યાર્ડમાં રોજીંદા 3,500 થી 4000 મગફળીની બોરીની આવક શરૂ થઈ છે અને ટીંટોઇ યાર્ડમાં પણ રોજિંદા 1500 થી 2000 મગફળીની બોરીની આવક શરૂ થઈ હોવાનું મોડાસા માર્કેટયાર્ડના ચેરમેન રાજેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું. મોડાસા યાર્ડમાં મગફળીની 3900 બોરીની આવક અને ટીંટોઇ યાર્ડમાં 1500 બોરી મગફળીની આવક થઈ હોવાનું ટીંટોઇ યાર્ડના વેપારી સલીમભાઈ બાકરોલીયાએ જણાવ્યું હતું. મોડાસા યાર્ડમાં મંગળવારે જી-24 મગફળીની હરાજીમાં રૂ. 1200 થી 1,563 સુધીના ઊંચા ભાવ બોલાયા હતા. જ્યારે મગફળી જી-20 ના 1100 થી 1211 જાહેર હરાજીમાં ઊંચા ભાવ બોલાયા હતા.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.