હવામાન વિભાગની ઘાતક આગાહી, રાજ્યમાં આવી રહી છે બિપોરજોય જેવી મોટી આફત
ગુજરાત પર બિપોરજોય જેવી જ બીજી મોટી આફત આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા તેની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં હાલ કોઈ સિસ્ટમ સક્રિય થાય તો તેની અસર ગુજરાતના વાતાવરણ પર થતી હોય છે. અરબી સમુદ્રમાં એક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને 21 ઓક્ટોબર સુધીમાં ડિપ્રેશન બને તેવી શક્યતા છે. આ વાવાઝોડાને તેજ નામ આપવામા આવ્યું છે. ભારત દ્વારા જ આ વાવાઝોડાને નામ આપવામાં આવ્યું છે.
અરબ સાગરમાં સોમવારે રાતે એક દબાણ પેદા થઈ શકે છે. જે ચોમાસા બાદના ચક્રવાતમાં પરિણમી શકે છે. આવામાં હવામાન નિષ્ણાતો આગાહી કરી રહ્યા છે કે, અરબ સાગરના દક્ષિણ પૂર્વી ભાગોમાં ચક્રવાતી સ્થિતિ બની રહી છે. આગામી 72 કલાકમાં સમુદ્રના ચરમ દક્ષિણ મધ્ય ભાગોમાં સ્થળાંતરિત થઈ શકે છે. તેમજ નીચા દબાણના ક્ષેત્રમાં આકાર પામી શકે છે. જોકે, આ વાવાઝોડું શું અસર કરશે તેનો હજી અંદાજો લગાવી શકાયો નથી.