કડીના કુંડાળ ગામે ઓસ્ટ્રેલિયા શ્રીલંકા વચ્ચે રમાયેલી વન-ડે ક્રિકેટ મેચનો સટ્ટો રમતો શખસ ઝડપાયો

મહેસાણા
મહેસાણા

કડી તાલુકા તેમજ શહેરની અંદર બેફામ સટોડીયાઓ સટ્ટો રમે છે ત્યારે કડી પોલીસ દ્વારા જ્યાં ત્યાં બેસીને ક્રિકેટ મેચનો સટ્ટો રમતા શખસોને ઝડપી પાડવા કમર કસવામાં આવી છે. ત્યારે ફરી એકવાર કડી તાલુકાના કુંડાળ ગામે આવેલા ઠાકોર વાસમાં ક્રિકેટ મેચનો સટ્ટો રમતા શખસને ઝડપી પાડી જેલના હવાલે કર્યો હતો.કડી તાલુકા તેમજ શહેરની અંદર PI જેપી સોલંકીની સૂચનાથી સોમવારે અલગ અલગ જગ્યા ઉપર પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગ કરી રહ્યા હતા. જે દરમિયાન હાઇવે ચાર રસ્તા પાસે પહોંચતા ખાનગી રાહે બાતમી મળી હતી. કડી તાલુકાના કુંડાળ ગામે આવેલા ઠાકોરવાસમાં ઓટલા ઉપર એક શખસ મોબાઈલ ફોનમાં વેબસાઈટ દ્વારા ક્રિકેટનો સટ્ટા રમી રહ્યો છે. પોલીસે બાતમીના આધારે સ્થળવાળી જગ્યા ઉપર રેડ કરીને ક્રિકેટ મેચનો સટ્ટો રમતો ઠાકોર હાર્દિક સોમાજી (રહે.કુંડાળ)ને ઝડપી પાડ્યો હતો.

કડી પોલીસે કુંડાળ ગામેથી શ્રીલંકા ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ક્રિકેટ મેચનો સટ્ટો રમતો ઈસમને ઝડપી પાડ્યો હતો. તેમજ તેની પૂછતાછ દરમિયાન તેને જણાવ્યું હતું કે, યુઝર આઇડી તેણે પટેલ જય અશ્વિનકુમાર (રહે.કડી,અક્ષરધામ સોસાયટી) પાસેથી વોટ્સઅપ લીધુ હતું. પોલીસે બંને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. તેમજ શખસ પાસેથી આઈફોન 14 પ્રો મેક્સ તેમજ રોકડ રકમ સહિત રૂ.69,550નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરાઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.