વિસનગરમાં સમર્થ ડાયમંડ કેમ્પસમાં પરી હું મે ગીત પર યુવતીઓ મન મૂકીને નાચી

મહેસાણા
મહેસાણા

સમગ્ર ગુજરાતમાં નવરાત્રી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યારે વિસનગર ખાતે પણ નવરાત્રી પર્વની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે નવરાત્રીના બીજા દિવસે સમર્થ ડાયમંડ કેમ્પસ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુનિટમાં કામ કરતા કર્મચારીઓ માટે આયોજન કરાયું હતું. જેમાં અવનવા સ્ટેપ સાથે ખેલૈયાઓએ રમઝટ બોલાવી હતી. ગરબાના ગીતો પર યુવાધન હિલોળે ચડ્યું હતું.


નવરાત્રીના બીજા દિવસે પાલડી ચોકડી નજીક આવેલા સમર્થ ડાયમંડ કેમ્પસ ખાતે સમર્થ ગ્રુપ દ્વારા પ્રથમવાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અવનવા ટ્રેડિશનલ સાથે આવેલા યુવાધને આખા કેમ્પસને હિલોળે ચડાવ્યું હતું. તેમજ યુવતીઓએ પરી હું મે ગીત પર રમઝટ બોલાવી હતી. જેમાં યુવાધને અવનવા ગરબાના નવા નવા સ્ટેપ સાથે ગરબાની મજા માણી હતી. માથા પર ગરબો મૂકી તેમજ ડાકલા સોંગ પર અવનવા સ્ટેપ જોવા મળ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.