૨૦૦૦ની નોટ બદલવા RBI પર લાંબી કતાર લાગી

ગુજરાત
ગુજરાત

શું તમારી પાસે હજુ પણ ૨૦૦૦ની નોટો પડી રહી છે? ક્યાંય પાકીટમાં, કબાટમાં કે પોટલીમાં નોટો છુપાવીને રાખી હોય તો કાઢી નાંખજાે. આરબીઆઈએ નોટો જમા કરાવવા માટે આપ્યો છે વિકલ્પ. અગાઉ ૭ ઓક્ટબરે બે હજારની નોટો જમા કરાવવાની છેલ્લી તારીખ અપાઈ હતી. જાેકે, આરબીઆઈએ હજુ પણ નોટો જમા કરાવવા વિકલ્પ આપ્યો છે. આજે અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પર સુરત, વડોદરા, રાજકોટ સહિત રાજ્યભરમાંથી લોકો નોટો બદલવા માટે ઉમટી પડ્યાં હતાં.બેંકની બ્રાન્ચમાં નોટ બદલવાની તારીખ ૭ ઓક્ટોબર આપવામાં આવી હતી. લોકો સુરત, બરોડા, ભરૂચ, રાજકોટ સહિતના ગુજરાતના વિવિધ શહેરોમાંથી લોકો અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પર ૨૦૦૦ની નોટ બદલાવવા પહોંચ્યા હતા. રાજ્યની આરબીઆઈની ૧૯ શાખાઓમાં જઈને લોકો આ નોટ બદલાવી શકશે.લોકો દૂર દૂરથી અહીં નોટો બદલાવવા માટે અહીં આવી રહ્યાં છે. તેથી નોટો બદલવા માટે દૂર દૂરથી લોકો નોટોની થેલીઓ ભરી ભરીને અમદાવાદની આરબીઆઈમાં દોડી આવ્યાં હતાં. ભારે તડકાની વચ્ચે પણ લોકો લાંબી લાંબી કતારોમાં ઉભા રહ્યાં હતાં.

વોટ્‌સએપ પાસેથી મેસજ સોર્સની ફરી માહિતી માગતી કેન્દ્ર સરકાર…
કેન્દ્ર સરકારે પ્રાઈવસી વિવાદ મામલે ફરી વોટ્‌સએપપર તવાઈ શરૂ કરી દીધી છે. સરકાર વર્ષ ૨૦૨૧થી વોટ્‌સએપની પ્રાઈવસી પોલિસી અંગે કંપની પાસેથી જવાબ માંગી રહી છે, જાેકે આ મામલાનો હજુ સુધી કોઈ નિવેડો નિકળ્યો નથી, ત્યારે ૨૦૨૪ની ચૂંટણી પહેલા ફરી પ્રાઈવસી વિવાદ શરૂ થઈ ગયો છે. સરકારે ફરી વોટ્‌સએપપાસે મેસેજ સોર્સની માહિતી માંગી છે, જેને વોટ્‌સએપે દેવાનો ઈનકાર કરી દીધો છે. સરકારનું કહેવું છે કે, વોટ્‌સએપકોઈપણ મેસેજના સોર્સની માહિતી આપે અથવા મેસેજને પહેલા કોણે મોકલ્યો, તેની જાણકારી સરકારને જાેઈએ.વોટ્‌સએપનું કહેવું છે કે, આ બાબત યુઝર્સની પ્રાઈવસી પર હુમલો છે. જાે વોટ્‌સએપના મેસેજનો સોર્સ જાહેર કરી દેવાયો તો એપ્સની પ્રાઈવસી ખતમ થઈ જશે. સરકાર દ્વારા દલીલ અપાઈ છે કે, ચૂંટણી દરમિયાન વોટ્‌સએપ દ્વારા નકલી, સ્પામ અને ખોટી માહિતી શેર થવાની વધુ સંભાવના છે,


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.