કડીના તંબોળીવાસની માતાજીની માંડવીમાં કાગળનું યંત્ર બનાવી પૂજા-આરતી કરાઈ

મહેસાણા
મહેસાણા

ગુજરાતભરમાં માઁઈ ભક્તો જેની આતુરતાથી રાહ જોઈને બેઠા હોય તેવું પર્વ એટલે કે નવરાત્રીનું પર્વ, રવિવારે સમગ્ર ગુજરાતભરની અંદર નવરાત્રીનો પ્રારંભ થયો હતો. જ્યાં કડી શહેરની અંદર તેમજ તાલુકાની અંદર માઁઇ ભક્તોએ માતાજીની માંડવીની સ્થાપના કરી આરાધના તેમજ ભક્તિભાવથી માતાજીની સ્થાપના કરવામાં આવી હતી. કડી શહેરના શેરી મોહલ્લાઓમાં પણ માતાજીની વર્ષો પરંપરા મુજબ માતાજીની માંડવીઓની સ્થાપના કરવામાં આવી હતી.કડી શહેરી વિસ્તારમાં જૂની પોળો તેમજ શેરીઓમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ વૈદિક મંત્રો ચાર સાથે માતાજીની માંડવીની પ્રાર્થના કરવામાં આવી હતી. જેમ જેમ કડી શહેરનો વિકાસ થયો તેમ તેમ શેરીઓ તથા પોળોમાંથી લોકો સોસાયટીઓ તેમજ અન્ય જગ્યાએ વસવા લાગ્યા.પરંતુ કડી શહેરના તંબોળી વાસમાં 200 વર્ષ જૂની પરંપરા હજુ પણ અકબંધ છે. તેમજ ભાવપુરા, મણીપુર છીપવાડ, પાડા પોળ, માંડવીની પોળ, દેસાઈ વાળો, લુહાર કુઈ, ઝાપલી વાસ, નવાપુરા કરણપુર, સહિત પોળો અને શેરીઓમાં હજુ પણ વર્ષો જૂની પરંપરા મુજબ જ માતાજીની માંડવીની વૈદિક મંત્રોચ્ચાર સાથે સ્થાપના કરવામાં આવે છે.


વર્ષો જૂની પરંપરા હજુ પણ અકબંધ કડી શહેરમાં શેરીઓમાં તેમજ પોળોની અંદર આજે પણ વર્ષો જૂની પરંપરા હજુ પણ અંક બંધ જોવા મળી રહી છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ જ સ્થાપના કરવામાં આવે છે. કડીના તંબોળીવાસમાં અંબાજી માતાજીની માંડવીની સ્થાપના કરવામાં આવે છે.જ્યાં 200 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ જ સ્થાપના કરવામાં આવે છે. દર વર્ષે રંગબેરંગની કાગળ તેમજ વાંસની માંડવી બનાવવામાં આવે છે. તંબોળીવાસની માતાજીની માંડવીમાં કાગળનું યંત્ર બનાવી પૂજન કરી આરતી ઉતારવામાં આવે છે.લોકવાયકા મુજબ વર્ષો પહેલા મલ્હાવરાવ રાજા એ નગરના દરેક સમાજના નાગરિકોને બોલાવી અંબાજી માતાજીની પ્રણાલિકા મુજબ પૂજન અર્જન કરવા સમજાવ્યું હતું. શહેરમાં તંબોળી વાસમાં રહેતા બ્રાહ્મણોને અંબાજી માતાની માંડવી સોંપી હતી. ત્યારથી 200 વર્ષથી વધારે વર્ષોથી તંબોળીવાસમાં નવરાત્રીમાં અંબાજી માતાજીની સ્થાપના કરવામાં આવે છે. માતાજીની આરતી અલગ અલગ રાગમાં ગવાય છે.કડીના પોસ વિસ્તારમાં આવેલા તંબોળી વાસમાં સહિત અનેક પોળોમાં માતાજીની માંડવીની પ્રથમ નોરતે સ્થાપના કરવામાં આવી હતી. પ્રથમ નોરતે કડીના અલગ અલગ વિસ્તારમાં રહેતા માઁઈ ભક્તો માતાજીનો આરતીનો લાભ તેમજ દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.