અરવલ્લી જિલ્લામાં વરસાદની દહેશત વચ્ચે બાયડના શરણાઈ પાર્ટીપ્લોટમાં ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા
સમગ્ર દેશમાં માતાજીની આરાધનાનું પર્વ નવરાત્રીનો શુભારંભ થયો છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ ઠેર-ઠેર માતાજીના ગરબા યોજાય છે. ત્યારે બાયડના શરણાઈ પાર્ટી પ્લોટમાં ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા.
બાયડના મુખ્ય નવરાત્રી મહોત્સવ શરણાઈ પાર્ટીપ્લોટમાં આયોજન કરાયું છે. ત્યારે નવરાત્રીના પ્રથમ દિવસે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. જો કે સાંજના સુમારે જિલ્લામાં વરસાદી વાતાવરણ હતું. જેથી વરસાદની દહેશત વચ્ચે પણ માતાજીના ગરબાનો શુભારંભ કરાયો હતો. અમદાવાદના ગાયક કલાકારો અને સંગીત સાથે ગરબાની રમઝટ જામી હતી. સમગ્ર પાર્ટી પ્લોટનું આયોજન મોનિક પટેલ દ્વારા કરાયું છે.