ખેલૈયાઓ માટે માઠા સમાચાર, બે દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી
ગુજરાતમાં વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે રાજ્યમાં વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર ગુજરાતમાં આજે સાંજ બાદ વાતાવરણમાં પલટાની આગાહી છે. બે દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે.જેના કારણે ખૈલેયાઓને ગરબા રમવામાં મુશ્કેલી પડી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદ, બનાસકાંઠા, રાજકોટ, ભાવનગરમાં પણ વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર અરવલ્લી, સાબરકાંઠા અને મોરબીમાં વરસાદની આગાહી છે. સુરેન્દ્રનગર, અમરેલી અને બોટાદમાં પણ વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે.