અમીરગઢના ઇસવાણીના ગ્રામજનોએ વાગતા ઢોલે મામલતદાર આવેદનપત્ર આપ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ અમીરગઢ : અમીરગઢના ઈસવાણી ગ્રામજનો મૃતઢોલના નાદે અમીરગઢ મામલતદાર કચેરીએ ધસી આવ્યા હતા. અને ઈસવાણી ના રપટની જગ્યાએ પુલ બનાવવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
અમીરગઢના ઈસવાણી ઈસવાણી ગોળીયા સોનવાડી અને ધ્રાંગીવાસ ને જોડતા મુખ્ય માર્ગ ઈસવાણી રપટ જે ચાલુ વર્ષે વરસાદના પાણી થી ધોવાઈ ગઈ છે અને વધુ વરસાદ આવે તો રસ્તો પાર કરી એક તરફ થી બીજી તરફ જઈ શકતા નથી. જ્યા સુધી નદી ના પાણી નું સ્તર નીચું ના જાય ત્યાં સુધી આવગામન બંધ થઈ જાય છે અને આ ગમો સંપર્ક વિહોણા થઈ જાય છે. ત્યારે આવી સ્થિતિમાં જો કોઈ બીમાર પડે કે પછી કોઇ મહિલાને પ્રસુતિ સમયે હોસ્પિટલ લઈ જવી હોય તો અશક્ય છે. અને હાલ માં નદીમાં પાણી ચાલી રહ્યું છે. અને સંપૂર્ણ માર્ગ ધોવાઈ જવા પામ્યો છે.
ત્યારે ડેરીમાં દૂધ ભરાવવા પણ ગ્રામ જનો જઈ શકે તેમ નથી. ત્યાં ૧૦૮ ની સુવિધા પણ મળી શકે તેમ નથી તો કોઈ પણ ઈમરજન્સીમાં વ્યક્તિને મેડિકલ સુવિધાઓ પણ મળી શકે તેમ નથી. અત્યારે સરકાર પ્રજાને મુશ્કેલીઓના પડે એના માટે અવનવી ટેકનિકો અને સુવિધાઓ ઉપલબ્ધ કરવી રહી છે પરંતુ શું સાચા અર્થે આ સુવિધાઓનો લાભ પ્રજા સુધી પોહચી રહ્યો છે ? ત્યારે બનાસકાંઠા જિલ્લાના કેટલાય ગામો એવા છે. કે જ્યાં દર વર્ષે આવી કેટલીય સમસ્યો નો આજદિન સુંધી કોઈ નિકાલ આવ્યો નથી અને આવા લોકો પોતાને મળતી પ્રાથમિક સિવિધોથી પણ વંચિત રહે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.