પાલનપુર તાલુકા પંચાયત પર કોંગ્રેસનો કબ્જો બરકરાર

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર  : કાૅંગ્રેસ શાસિત પાલનપુર તાલુકા પંચાયત પર ફરી એકવાર કાૅંગ્રેસનો પંજો છવાઈ ગયો હતો. કાૅંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખપદના ઉમેદવાર ૨૩ વિરુદ્ધ ૧૧ મતોથી ચૂંટાઈ આવતા કાૅંગ્રેસ છાવણીમાં હર્ષોલ્લાસ છવાઈ ગયો હતો.
કાૅંગ્રેસ શાસિત પાલનપુર તાલુકા પંચાયતની બીજી ટર્મના પ્રમુખ – ઉપ પ્રમુખની વરણી કરવા માટે ગતરોજ તાલુકા પંચાયતના સભાખંડમાં ચૂંટણી યોજાઇ હતી. ચૂંટણી અધિકારી એસ.ડી. ગિલવાના અધ્યક્ષસ્થાને યોજાયેલી પ્રક્રિયામાં કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર સંગીતાબેન વિનોદભાઈ ડાકા અને ઉપપ્રમુખપદના ઉમેદવાર રાજેશ જવાનજી ઠાકોરને ૨૩ મત મળ્યા હતા. જ્યારે તેમના પ્રતિસ્પર્ધી ભાજપના પ્રમુખપદના ઉમેદવાર શારદા બેન રમેશભાઈ જુડાલ અને ઉપપ્રમુખ પદના ઉમેદવાર લખુસિંહને માત્ર ૧૧ મત મળ્યા હતા.
જેના કારણે કાૅંગ્રેસના બન્ને ઉમેદવારો ૨૩ વિરુદ્ધ ૧૧ વોટથી ચૂંટાઈ આવ્યા હતા. ગત ચૂંટણીમાં તાલુકા પંચાયતની કુલ ૩૪ બેઠકો પૈકી ૨૩ ઉપર કાૅંગેસ જ્યારે ૧૧ બેઠકો ઉપર ભાજપના સદસ્યો વિજેતા થયા હતા.
આમ, પ્રથમ ટર્મ બાદ ફરી બીજી ટર્મમાં પણ કમળ કરમાઈ ગયું હતું. અને કોંગ્રેસનો પંજો છવાઈ જતા તાલુકા પંચાયત પર કાૅંગ્રેસનો કબ્જો બરકરાર રહ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.