વાહ બકરી બૈ વાહ..
એક વનમાં કયાંકથી દીપુ દીપડાનું આગમન થયું.. એ તો વનમાં અત્ર-તત્ર અને સર્વત્ર ફર્યો..એને મજા પડી ગઈ.બીજી જ પળે વિચારી લીધું. હું અહીં રહીશ. મનમાં આવે એ મુજબ જીવન વીતાવી સુખે સુખે દિવસોને પસાર કરીશ…દીપુએ વિચાર્યું..
પહેલો દિવસ પસાર થયો પણ કોઈ નાનો કે મોટો શિકાર હાથમાં ન આવ્યો.ફળ સ્વરૂપ દીપુ અકળાઈ ગયો.ધુંધવાઈ ગયો..છતાંય મનની સાથે એક તાલમેલ બેસાડયો હશે..આજે મને કોઈ શિકાર મળ્યો નથી પણ કાલે મળશે..ને બીજાે દિવસ પણ ખાલી ગયો..ત્રીજાે દિવસ પાછો અડધો ગયો.. ત્યારે દીપુએ વિચાર્યું…જાે આમ જ રહેશે તો મારે ભુખ્યા રહેવું..મરી પણ જવું પડશે..
એ આમ વિચારતો હતો ત્યાં જ ઘાસમાં બે સસલાં નજરે આવ્યાંને બીજી જ પળે બે સસલાં દીપુનો કોળીયો બની ગયા.આ વાત વિગત થોડેક દુર ઉભાં હરણ જાેઈ ગયાં.એમણે આખા વનમાં વાત ફેલાવી દીધી બધાંને સાવધાન રહેવાની તાકીદ કરી તો પણ ઘણાં પ્રાણીઓ એમના કામ માટે બહાર જતાં કે કોળીયો બની જતાં.
સરવાળે દીપુનો ત્રાસ વધતો ગયો. કયાં સુધી પ્રાણીઓ એમના નિવાસસ્થાનમાં બેસી રહે. કોઈને કોઈ કામે બહાર તો આવવું જ પડે. અને બહાર આવે એ બસ થઈ ગયું..અર્થાત દીપુ ઝપટી લે અને પતાવી દેતો.. વાત વધતી ચાલી..
ભય ફેલાતો ગયો..
એક દિવસ ગજાનન હાથી રાત્રે ચોક એકને ખાનગીમાં કહ્યું, આ તો ખોટું કહેવાય.આમ ડરી ડરીને કયાં સુધી જીવાશે ? આપણે સૌ ભેગા થઈને એને વિનંતી કરીએ..કંઈક વળી ફેર પડે..
ને એક સાંજે સૌ ભેગા થઈને દીપુની પાસે.. દીપુને મળવા ગયા ત્યારે દીપુ એક પથ્થર પર ઘસઘસાટ ઉંઘતો રહ્યો..એને જગાડવા હાથીએ સ્વીકાર કર્યો એ સાથે જ દીપુ જાગી ગયો.એ સાથે જ એ ગુસ્સે થઈને બરાડી ઉઠયો. શું છે આ બધું ? ભાન પડતું નથી કે હું ઉંઘી ગયો હતો.મારી ઉંઘ બગાડવાની તમોને સૌને સજા મળશે.
દીપુ ઉભો થયો.ત્યાં ગજાનન હાથીરામ આગળ આવ્યો.વંદન કરીને વાત જણાવી.વાત એવી હતી કે, દરેકના ઘરથી એક એક પ્રાણી આવી જશે. તેને તમે આરોગીને શાંત રહેજાે.
ગજાનને વાત કરી. દીપુનાં ભવાં તણાયાં. એ સાથે બોલી ઉઠયો, બે દિવસ તો હું બહારગામ જવાનો છુ.. ગુરુવારે આવીશ..હા સાડા બાર વાગે જ મારે ભોજન કરીશ..અને મારે એ કહેવાનું કે, આ વનમાં બચી બકરી ખુબ ચીબાવલી છે..એ એની જાતને ચતુર માને છે.સૌથી પહેલાં હું અને ચીબાવલીનું ભોજન કરીશ.
દીપુએ કહ્યું..એ ટોળકીમાં બચી બકરી આવી હતી. એણે સાંભળ્યું..એ તો ફફડી ગઈ…ગભરાઈ ગઈ.. મનોમન પુછી બેઠી..બધાંની ખાતર મારે શું પહેલા મરવાનું ?
એને અતિશય ચિંતા ગભરામણ પણ થઈ..પણ.. પણ..એને થયું..સૌ પોતાના માટે તો જીવે છે. બીજાં માટે…અન્યને માટે જીવે તો ખરી..એનું નામ જ જીવન.
એક વિચાર એ આવ્યો..બીજી જ પળે થયું.. આવેલી મુશ્કેલી..આફત સામે આપણા હાથ હેઠા મુકી દઈએ..સમય પહેલાં મોતનો સ્વીકાર કરીએ તો શા કામનું ? આફતની સામે મજબુતીથી ટક્કર લેવી જાેઈએ..મનને મજબુત રાખવું જોઈએ.
બચીએ માન્યું. હું એવી ટ્રીક કરીશ કે દીપુનો દીવો જ બુઝાઈ જશે.
એ તો ગુરૂવારે એના સમય પહેલાં જ પહોંચી ગઈ. કુવાથાળે જઈને બેઠી.. દીપુની એ રાહ જાેઈ રહી હતી. ત્યાં તો દીપુ આવ્યો કે બચી બોલી, મારો શિકાર કોણ કરવાનું છે ?આ અંદર વાળો કે બહારવાળો ?
બચીએ જાણે સવાલ પુછયો.
એટલે ? દીપુએ પણ સવાલ કર્યો.
આ બહાર પણ દીપુ અને અંદર પણ પાછો બીજાે દીપુ છે..
બીજાે દીપુ…. બીજાે કયાં છે ?
ને બકરીએ કુવાની અંદર છે એમ કહ્યું, સંતાઈ બેઠો છે.. એ પણ કહ્યું.. એ પછી બહારવાળો દીપુ એકદમ ગુસ્સે ભરાઈ ગયો.. કયાં છે કયાં છે એ.. એમ બોલતો બોલતો આવ્યો અને બચી બકરીના નિર્દેશ મુજબ કુવામાં ભફાંગ કરતોક પડયો.. કુવાનું કાળું ભમ્મર ગંદુ પાણી પી ગયો.. ઉપરથી બચીએ તાલી વગાડી.. દીપુને થયું આ તો બચલી મને બનાવી ગઈ.. છતાંય એ બોલ્યો.. બકરી તું મને બનાવી ગઈ છો પણ મને બહાર આવવા દે.. પછી જાે હું તારી શી વલે કરી દઉં છું..