મહેસાણા માર્કેટ યાર્ડમાં રજકાના ભાવમાં ઘટાડો
મહેસાણા માર્કેટ યાર્ડમાં આજે ખેડૂતો એરંડા અને રજકા સહિતના પાકો વેચાણ અર્થે લઇને આવ્યા હતા. બે દિવસ પહેલા રજકાનાં ભાવ 5000 થી 5400 સુધીના રહેવા પામ્યા હતા અને આ અઠવાડિયે તેના ભાવ 4200 થી 5431 બોલાયા છે. તેથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે. અને આજ રોજ તેના ભાવમાં 700 રૂપિયાનો ધટાડો જોવા મળ્યો છે. આજ રોજ રજકાનાં ભાવ 3600 થી 4,695 રૂ જોવા મળ્યો છે.માર્કેટમાં રજકાના નીચા ભાવ 3600 અને ઊંચા ભાવ 4695 રૂપિયા નોંધાયા હતા અને આજે 62 બોરીની આવક થઇ હતી. આજે માર્કેટિંગ યાર્ડમાં એરંડાની 915 બોરીની આવક નોંધાઇ હતી. જેનો નીચો ભાવ રૂપિયા 1125 અને ઊંચો ભાવ 1207 રૂપિયા પ્રતિ મણ બોલાયો હતો. આજે ખેડૂતોને રજકા મણના 4695 ભાવ મળ્યા હતા, ત્યારે આજે ભાવમાં હાલ 700 રૂપિયાનો ધટાડો નોંધાયો હતો.મહેસાણા માર્કેટ યાર્ડ ઉત્તર ગુજરાતના સૌથી વધારે એરંડા અને બીજા ધાન્ય પાક આવે છે. જેમાં રોજની હજારો બોરીની સરેરાશ આવક નોંધાય છે. આજે માર્કેટ યાર્ડમાં એરંડાના 915 બોરીની આવક નોંધાઇ હતી અને આજે એરંડાનો ભાવ 1207 પ્રતિ મણ નોધાયો હતો. આજે યાર્ડમાં રજકાની 62 બોરીની આવક નોંધાઇ હતી. રજકાનો ભાવ 4695 પ્રતિ મણ નોંધાયો હતો.
આજે માર્કેટ યાર્ડમાં અડદની આવક પણ જોવા મળી હતી. આજ રોજ મહેસાણા ગંજબજારમાં અડદની 182 બોરીની આવક જોવા મળી હતી જેના ભાવ 500 થી 1977 રૂપિયા પ્રતિ મણ રહેવા પામ્યો હતો. આજ રોજ તલની આવક 14 બોરીની રહી હતી જેના ભાવ 2700 થી 3100 રૂપિયા પ્રતિ મણ નોધાયો હતો. આજરોજ માર્કેટ યાર્ડમાં રાયડાની 300 બોરીની આવક જોવા મળી હતી જેના નીચા ભાવ 925 તેમજ ઉંચા ભાવ 1025 રૂપિયા પ્રતિ મણ જોવા મળ્યા હતા.આજે મહેસાણા માર્કેટમાં રજકાના નીચા ભાવ ,3600 અને ઊંચા ભાવ 4695 રૂપિયા જોવા મળ્યો હતો અને આજે 62 બોરીની આવક નોંધાઇ હતી. આજે રજકાના ભાવમાં વધારો નોંધાયો હતો ,જે આ અઠવાડિયામાં સતત ત્રીજી વાર ભાવમાં વધારો ઘટાડો નોંધાયો હતો. ગઈ કાલે રજકાનો ભાવ 5, 431 રૂપિયા હતો. આજે ખેડૂતોને રજકાના 4, 695 ભાવ યાર્ડમાં મળ્યા હતા. જેથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી. આમ આજે માર્કેટયાર્ડમાં કુલ 12 જાતની જણસીની આવક નોંધાઈ હતી. જેમાં સરેરાશ આજરોજ બધી જણસી ની કુલ 1700 બોરીની આવક જોવા મળી હતી.