થરાદના ડુવામાં તસ્કરો ત્રાટક્યા :  રોકડ સહિત લાખોના મુદામાલની ચોરી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરાદ : થરાદ તાલુકાના ડુવા ગામમાં રહેતા ચંપકલાલ લાલાજી સોની વૃદ્ધ માતા સાથે ગામમાં જ સોનીકામનો ધંધો કરે છે.તેમના બે પુત્રો ધાનેરા મુકામે રહે છે. સોમવારની સાંજે સાડા આઠ વાગ્યાના સુમારે ચંપકલાલ પોતાના પુત્રને વાગેલ હોઇ સમાચાર લેવા માટે ધાનેરા ગયા હતા.અને માતા રમકુબેન ઘેર એકલાં હતાં. દરમ્યાન રાત્રિના સાડાત્રણ વાગ્યાના સુમારે સુરેશભાઇએ તેમના ઘરે ચોરી થયાના સમાચાર આપ્યા હતા. આથી તેઓ પરિવાર સાથ તાબડતોબ ધાનેરાથી થરાદ આવીને તપાસ કરતાં ઘરનો તમામ સરસામાન વેરવિખેર પડેલ હતો. અને ઘરના નકુચા તોડી તસ્કરોએ અંદરપ્રવેશ કરી ઘરમાં પડેલી તીજોરીની ચાવીઓ વડે તિજોરી ખોલી તેમાંથી ચોરી કરી હતી.
આથી વધુ તપાસ કરતાં તિજોરીમાંથી રોકડ રૂપીયા ૮૦૦૦ તથા સોનાની બે બુટ્ટી તથા સોનાની પટ્ટીવાળી બુટ્ટી નંગ આઠ તેમજ ટીક્કો, નથ, શેર મળીને કુલ આઠ તોલાના સોનાના દાગીના કિંમત રૂપીયા ૨૪૦૦૦૦ તથા ચાંદીના સિક્કા અને ચાર કિલો જુની ચાંદી ચાર કિલો રૂપીયા ૧૨૦૦૦૦ મળીને કુલ રૂપીયા ૩૬૮૦૦૦ની ચોરી થયાનું માલુમ પડ્યું હતું. આ અંગે વૃધ્ધ માતાને પુછતાં તેમણે આશરે રાત્રિના એકાદ વાગ્યાના સુમારે મો પર કપડું બાંધીને આવ્યા હતા. અને


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.