ચોમાસાની વિદાય બાદ ગુજરાતમાં ગુલાબી ઠંડીનો ચમકારો

ગુજરાત
ગુજરાત

રાજ્યમાં ઓક્ટોબાર મહિનો શરૂ થવાની સાથે જ ઠંડીનો ચમકારો પણ સામાન્ય રીતે શરૂ થયો છે. જેમાં કેટલાક વિસ્તારોમાં આજથી થશે ગુલાબી ઠંડીનો અનુભવ થયો છે. આ સાથે જ ઓક્ટોબર મહિનામાં બેવડી ઋતુનો અનુભવ થશે તેમ પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. જેમાં સવારે અને સાંજે ઠંડી જ્યારે બપોરે ગરમીનો પારો ઊંચો જતો અનુભવાશે.

આગામી પાંચ દિવસના હવામાન અંગે આગાહી કરતાં જણાવ્યુ છે કે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન સામાન્ય રહેવાની શક્યતા છે. આગામી દિવસોમાં 22થી 24 ડિગ્રી સેલ્શિયસ તાપમાન રહેવાની શક્યતા છે. હાલ અમદાવાદનું તાપમાન મિનિમમ 22 ડિગ્રી જ્યારે મેક્સિમમ 35 ડિગ્રી છે. જ્યારે ગાંધીનગરનું તાપમાન મિનિમમ 21 ડિગ્રી જેટલું નોંધાયું છે. અરેબિયન સીમાંથી ભેજવાળા ફૂંકાતા પવનને કારણે હાલ ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.