૮ થી ૧૪મી દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી
ગાંધીનગર : ગુજરાતમાં વરસાદે થોડો વિરામ લેતા ખેડૂતોને હાશકારો થયો છે. જોકે, ચોમાસાને વિદાય થવામાં અંદાજે એક મહિના જેટલો સમય હોવાથી હજી ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. હવામાન નિષ્ણાતે આગાહી કરી છે કે ગુજરાતમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. બીજી તરફ હવામાન વિભાગે પણ બે દિવસ વરસાદ પડવાની આગાહી આપી છે. આ ઉપરાંત તેઓએ ઓક્ટોબર મહિનામાં વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી છે. આ ઉપારંત અધિક માસમાં વધારે ગરમી પડશે તેવું પણ તેમણે જણાવ્યું હતું. આગાહી પ્રમાણે આઠમી સપ્ટેમ્બરથી ૧૪મી સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. જે બાદમાં ૧૮ સપ્ટેમ્બરથી પાંચમી ઓક્ટોબર દરમિયાન વરસાદની આગાહી આપવામાં આવી છે. આ દરમિયાન ૨૭ સપ્ટેબરથી પાંચમી ઓક્ટોમ્બર દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડશે. હાલ મેઘરાજાએ વિરામ લીધો છે અને રાજ્યમાં ઉઘાડ નીકળ્યો છે.