Rakhewal | 07-09-2020 Headlines

https://youtu.be/l8J7L0ONc90
Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal

Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily

પાલનપુરના સેજલપુરા ગામમાં શૌચાલયનો કૂવો ખોદતા જર્જરિત મકાનની દીવાલ પડતા 11 લોકો દટાયા, માતા-પુત્ર સહિત 3ના મોત.

અંબાજી નજીક રાજસ્થાનના ડેરી રપટ ઉપરથી પસાર થઈ રહેલી જીપ નદીમાં ખાબકી : સ્થાનિક લોકો અને પોલીસે જીપમાં ફસાયેલા દસ જેટલા મુસાફરોને સહી-સલામત બહાર કાઢયા.

અંબાજી આબુરોડ માર્ગ ઉપર સિયાવા નદીમાં નાહવા પડેલા મહેસાણાના ૨ યુવકો પૈકી એક યુવક નદીના ભારે પ્રવાહમાં તણાયો, ત્રણ શીખ યુવકોએ પોતાની પાઘડી
વડે રસ્સી બનાવી યુવકને બચાવ્યો.

ડીસાની ગુલબાણીનગર સોસાયટીમાં મેડીકલ વેસ્ટ ફેંકવામાં આવતા રોષ, નગરપાલિકા દ્વારા મેડીકલ વેસ્ટનો નિકાલ કરાયો.

ડીસાના રાજપુરથી જુનાડીસા જતા મુખ્ય માર્ગ પર રેતી ભરેલા ડમ્પરોના ત્રાસથી હેરાન પરેશાન સ્થાનિક રહીશો દ્વારા ચક્કાજામ, ક્વોરી માંલિકની ખાતરી બાદ માંડ માર્ગ
ખુલ્લો કરાયો.

ડીસા શહેર દક્ષિણ પોલીસે ત્રણ બાઈક ચોર ઝડપ્યા, શંકાસ્પદ પલ્સર બાઈક તેમજ ત્રણ નંગ માસ્ટર કી કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી.

ડીસાના કૂંપટ ગામે ઘાસ કાપવાની ના પાડતા હુમલો, બે મહિલા સહિત ત્રણ વિરૂદ્ધ ગુનો દાખલ.

પાલનપુર એલસીબીએ પાંથાવાડા નજીક દારૂ ભરેલી કાર ઝડપી : ૪.૪૧ લાખના મુદ્દામાલ સાથે પાંચ ઇસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

ધાનેરાના ધાખા ગામે હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતો ફરાર આરોપી ઝડપાયો

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં 3 ઇંચ સુધી વરસાદ ખાબક્યો, વીજળી પડતાં 5નાં મોત : આગામી બે દિવસ ગાજવીજ સાથે વરસાદની શક્યતા.

નવી શિક્ષણ નીતિના અમલ માટે ટાસ્ક ફોર્સની રચના કરાઇ, ભૂપેન્દ્રસિંહ સહિત 15 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો.

ભારતે હાઈપરસોનિક ટેક્નોલોજી મેળવી; આવું કરનારો દુનિયાનો ચોથો દેશ, 5 વર્ષમાં દેશમાં જ બનશે હાઈપરસોનિક મિસાઈલ.

ભારત દુનિયાનો બીજો સૌથી ચેપગ્રસ્ત દેશ, આજ ઝડપ રહેશે તો ઓક્ટોબરમાં અમેરિકાથી આગળ નીકળી જશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું, વાંચવાના બદલે ભણતર પર ધ્યાન કેન્દ્રિત કરે છે નવી શિક્ષણ નીતિ, અભ્યાસક્રમથી આગળ વધી સઘન વિચારસરણી પર પણ ભાર મૂકે છે.

દિલ્હી, અમદાવાદ સહિત દેશભરની મેટ્રો 5 મહિના બાદ આજથી દોડશે, કેન્દ્રએ અમદાવાદ સહિત 6 રાજ્યના 35 જિલ્લામાં ટેસ્ટ વધારવા કહ્યું.

ભારત ચીન બોર્ડર પર શહીદ થયેલા સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સના કમાન્ડોના સન્માન સાથે અંતિમ સંસ્કાર, ભારત માતાની જયના નારા ગૂંજ્યા.

બ્રિટનની કોર્ટમાં આજથી નીરવ મોદીના પ્રત્યાર્પણની સુનાવણી શરૂ થશે, નીરવ જેલમાંથી વીડિયો કોન્ફરન્સથી હાજર થશે.

વિશ્વમાં અત્યાર સુધી 2 કરોડ 72 લાખ કેસ : ઇઝરાયેલના 40 શહેરોમાં નાઇટ કર્ફ્યૂ, યુનિસેફ વિશ્વભરમાં વેક્સિન પહોંચાડવા આગળ આવ્યું.

કેલિફોર્નિયામાં તાપમાનનો 41 વર્ષનો રેકોર્ડ તૂટયો, ગરમી અને કોરોના અંગે ચેતવણી છતાં સેંકડો લોકો બીચ પર ફરવા નીકળ્યા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.