ગુજરાતમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત, ગરબાની પ્રેક્ટીસ કરી રહેલા 26 વર્ષિય યુવકનું મોત

ગુજરાત
ગુજરાત

સુરત: હાલ યુવાનો પર હાર્ટ એટેકનું જોખમ જાણે વધતુ જ જઇ રહ્યુ છે. છેલ્લા ઘણા દિવસોથી યુવાનોમાં હૃદયરોગના હુમલાના કેસ વધી ગયા છે. યુવાનો હસતા રમતા મોતને ભેટી રહ્યા છે. ત્યારે હાર્ટ એટેકથી યુવાનના મોતની વધુ એક ઘટના સામે આવી છે. સુરતમાં હાર્ટ એટેકની ઘટનાઓમાં ગંભીર વધારો થયો છે. પાલનપુર પાટિયા વિસ્તારમાં ગરબા રમતા યુવકને હાર્ટ એટેક આવ્યો છે. 26 વર્ષિય યુવકનું હાર્ટ એટેક આવ્યા બાદ મોત થયુ છે. યુવકના મોતના પગલે પરિવારમાં ચિંતાની લાગણી વ્યાપી ગઇ છે. મૃતક યુવક એલપી સવાણી રોડ ખાતે ગરબા પ્રેક્ટિસ કરી રહ્યો હતો. ત્યારે અચાનક જ તેને હાર્ટ એેટેક આવ્યા બાદ તેનું મોત થયુ છે.

સુરત શહેર અને જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં બદલાયેલી જીવન શૈલીથી હૃદય રોગનું પ્રમાણ વધી રહ્યું છે. હૃદય રોગના લક્ષણોની વાત કરીએ તો ગળા અને પેટની વચ્ચેના ભાગમાં તકલીફ થવી, ખભામાં રહેતી સતત તકલીફ, છાતીના ભાગમાં થતી તકલીફ અવગણવી, દુઃખાવાને પેટની તકલીફ માનીને ઈનો લઈ લેવો, વધુ થાક લાગવો, શ્વાસ લેવામાં તકલીફ પડવી છે.

હ્રદય રોગના નિષ્ણાત ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે કોરોના થયા પછી વેક્સિન લીધા બાદ પણ લાંબા સમય બાદ તેની અસર જોવા મળી રહે છે. ત્યારે હૃદયની સંભાળ માટે જાગૃતિ કેળવવી જરૂરી છે. હૃદયની વધેલી બીમારીના કારણમાં મુખ્યત્વે તો એક કારણ વ્યસન, યુવાનોમાં વ્યસનનું પ્રમાણ ખૂબ જ વધારે, તમાકુ, ધુમ્રપાન અને દારૂના સેવનથી જોખમ વધે છે. યુવાનો માનસિક તણાવમાં જીવી રહ્યા છે. શ્રમનો અભાવ, ફાસ્ટફુડનું વધતું પ્રમાણ,ફાસ્ટફુડના કારણે કોલેસ્ટ્રોલનું પ્રમાણ ખૂબ જ વધે છે. જંકફૂડ, બહારનું ભોજન, લેટ નાઈટ ડીનર જોખમી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.