ગુજરાત પોલીસનું મોટું એક્શન, 800 કરોડ રૂપિયાનો ડ્રગ્સ જપ્ત કર્યો
ગુજરાતના કચ્છ જિલ્લાના ગાંધીધામ શહેર નજીક સંકરી ખાડીના કિનારેથી આશરે રૂ. 800 કરોડની કિંમતનું 80 કિલો કોકેઈન ઝડપાયું છે.આ માહિતી એક અધિકારીએ આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે પ્રતિબંધિત પદાર્થના પ્રત્યેક એક કિલોગ્રામના 80 પેકેટ મળી આવ્યા હતા.
કચ્છ-પૂર્વ વિભાગના પોલીસ અધિક્ષક (એસપી) સાગર બાગમારે જણાવ્યું હતું કે તસ્કરોએ પકડાઈ જવાના ડરથી આ પેકેટો ફેંકી દીધા હોઈ શકે છે, કારણ કે આ વિસ્તારમાં પોલીસ પહેલેથી જ સક્રિય છે. બાગમારે જણાવ્યું હતું કે આ માદક પ્રદાર્થ ગાંધીધામ શહેર નજીક મીઠી રોહર ગામ પાસે સંકરી ખાડીના કિનારે મળી આવ્યો હતો.
એસપીએ કહ્યું, “ડ્રગ કન્સાઇનમેન્ટના સપ્લાય અંગે મળેલી ગુપ્ત માહિતીના આધારે, અમે આ વિસ્તારમાં પહેલેથી જ સક્રિય હતા. “અમારા સર્ચ ઓપરેશન દરમિયાન, સંકરી ખાડીના કિનારે, અમને એક કિલોગ્રામ કોકેઈનના 80 પેકેટ મળ્યા, જેની કિંમત 800 કરોડ રૂપિયા છે.”
Tags Drugs gandhidham india Rakhewal