દાંતા પંથકના વાતાવરણ અચાનક ફેરફાર, ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી
હવામાન વિભાગે આજે બનાસકાંઠા જીલ્લા સહીત અનેક જીલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. આગાહી મુજબ આજે જીલ્લાના દાંતા પંથકના ગામોમાં બપોરના ૩ વાગ્યાના અરસામાં અચાનક વાતાવરણમાં ફેરફાર આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે દાંતા પંથકના અમુક ગામોમાં આજે બપોરનાં સુમારે ભારે પવન ફૂંકાયો હતો. ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી, જેથી વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી.
મહત્વનું છે કે ગઈકાલે અંબાજીમાં ભારે વરસાદ ખાબકતા ભાદરવી મહામેળામાં આવેલા માઈભક્તોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી.