સુરતમાં ડિંડોલી ખાતે TRB જવાન પર જાહેર રોડ પર છરા વડે હુમલાનો પ્રયાસ

ગુજરાત
ગુજરાત

શહેરના ડિંડોલી સાંઈ પોઈન્ટ નજીક ટીઆરબી પર છરા વડે હુમલાનો પ્રયાસનો વીડિયો વાઇરલ થતા ચર્ચાનો વિષય બન્યો હતો. જોકે, આ બાબતે ટ્રાફિક PSI વી.વી ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, ઘટના બુધવારની મોડી સાંજની હતી અને મોપેડ સવાર ત્રણ જણા અકસ્માતે સ્લીપ ખાય ગયા બાદ પડી ગયા હતા. જેને લઈ પોલીસ સ્ટાફ દોડીને બચાવ કામગીરી માટે ગયો હતો. જોકે, મોપેડ સવાર ત્રણ પૈકી એકે છરો કાઢી પોલીસ સ્ટાફ અને ફરજ પર હાજર ટીઆરબી જવાન પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. જેથી સાવધાની પૂર્વક એનો પ્રતિકાર કરી પકડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આરોપી મોપેડ પર ભાગી ગયા હતા. પરંતુ આ આખી ઘટના મોબાઈલમાં કેદ કરી લીધી હતી.

ઘટના સંદર્ભે ડીંડોલી સાંઈ પોઇન્ટના પોલીસ કર્મચારીએ જણાવ્યું હતું કે, શુક્રવારના રોજ આરોપીની ઓળખ થઈ જતા તેની સામે ફરિયાદ નોંધાવવાની કામગીરી હાથ ધરાઈ છે. TRB જવાન પર છરા વડે હુમલાનો પ્રયાસ કરનાર આરોપી રીઢો અને હત્યા કેસનો આરોપી હોવાનું બહાર આવ્યું છે. એટલું જ નહીં પણ પેરોલ પર જેલમાંથી બહાર આવ્યા બાદ મોજ મસ્તી માટે રખડતા હોય એમ કહી શકાય છે. આ આખી ઘટનાને ગંભીરતાથી લેવાઈ રહી હોવાનું પણ નામ ન જણાવવાની શરતે પોલીસ કોન્સ્ટેબલે કહ્યું છે. સાથે સાથે આરોપી સામે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવાની કામગીરી હાથ ધરાઈ છે.

ડીંડોલી પોલીસે જણાવ્યું હતું કે, સાંઈ પોઇન્ટ નજીક TRB જવાનને છરો બતાવી હુમલાનો પ્રયાસ કરનાર નરોત્તમ નગર, નવાગામનો રહેવાસી દયાવાન ઉર્ફે બંટી અશોક પાટીલ હોવાનું બહાર આવ્યું છે. પહેલી સપ્ટેમ્બરે રાત્રે સાડા આઠ વાગ્યે TRB જવાન પીન્ટુ અમર બહાદુર વર્માએ પોતાની ઉપર થયેલા હુમલાના પ્રયાસને લઈ શુક્રવારની મોડી રાત્રે ફરિયાદ નોંધાવતા પોલીસે તમામની સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.