ચતુરની હોંશિયારી

કલરવ
કલરવ

બે ચોર હતા એકનું નામ રામ અને બીજાનું નામ શ્યામ.
એક દિવસ રામ શ્યામને કહેવા લાગ્યો કે આપણે આ પ્રકારની ચોરી કરતાં બોરીંગ થઈ ગયા છીએ. કાંઈક નવી યોજના બનાવીને લોકોને લુંટવા જાેઈએ. આપણે કોઈ સંન્યાસીનું રૂપ ધારણ કરીને નજીક આવેલા ગામમાં જઈને લુંટ ચલાવીએ. બોલ તું શું કહે છે ?
‘વિચાર સારો છે..’ બંને જણા સંન્યાસીને વેશ ધારણ કરીને નજીક આવેલા એક ગામમાં જઈને પાદરે આવેલા વડના ઝાડ નીચે બેસી ગયા.
ગામના લોકો સંન્યાસીને જાેઈને અંજાઈ ગયા. ગામના લોકો સંન્યાસીના દર્શન કરવા આવવા માંડયા.
પ્યારા ભકતો તમારા ગામમાં એક ભયાનક ઘટના બનવાની છે. ગામલોકો પુછવા લાગ્યા, કેવી ઘટના મહારાજ ? આ ગામમાં ભયંકર આગ લાગવાની છે.
એ રાતે બંને સંન્યાસી બનેલા રામ અને શ્યામ ગામમાં આવેલા ઘાસના ગોડાઉનમાં જઈને આગ લગાવી દીધી.
આગ જાેઈને ગામના લોકો વિચારવા લાગ્યા કે, મહાત્માની વાત સાચી પડી. જરૂર આ લોકો મહાન શક્તિ ધરાવતા લાગે છે.
ફરી વાર ગામના લોકોએ પુછયું કે શું કોઈ બીજી ઘટના પણ બનવાની છે ?
ત્યારે તેઓ બોલ્યા, આજે રાતે મંદિરમાં કોઈનું મૃત્યુ થવાનું છે.
સાંજના સમયે રામ અને શ્યામ તળાવના કીનારે ફરતા હતા ત્યારે એક મરેલું કુતરૂં જાેયું. બંને જણાએ એ મરેલાં કુતરાને લઈને મંદિરના આંગણામાં નાખી દીધું.બીજા દિવસની સવારે જ્યારે ગામના લોકોએ મરેલા કુતરાને મંદીરના આંગણામાં જાેયું ત્યારે તેઓ વિચારવા લાગ્યા કે જરૂર આ બંને મહાત્માઓ ત્રિકાળ જ્ઞાની લાગે છે.
ગામના લોકોએ ફરીથી ગામમાં કોઈ ઘટના બનવા વિશે પુછયું ત્યારે તેઓ કહેવા લાગ્યા કે આજે રાતે ગામમાં અજીબ અવાજ સંભળાશે.
ગામના લોકોની સાથે અંકુર નામનો એક છોકરો હતો. તેને મહાત્માની વાતમાં શંકા જાગી. તે મનમાં વિચારવા લાગ્યો કે જરૂર કંઈક ગરબડ લાગે છે. આજે હું આખી રાત જાગીશ.
એ રાતે અંકુર સંન્યાસીના ઘર પાસે જઈને સંતાઈ ગયો. અડધી રાતે બંને સંન્યાસી બહાર નીકળ્યા અને મંદિર તરફ જવા લાગ્યા. અંકુર પણ એમની પાછળ પાછળ જવા લાગ્યો. બંને ચોર મંદિરની પાસે જઈને દરવાજાે તોડવા લાગ્યા.
દરવાજાે તુટતાં જ રામ અને શ્યામ ભગવાનની મૂર્તિ જે સોનાની બનેલી હતી તેને ઉપાડીને મંદિરની બહાર નીકળવા લાગ્યા પરંતુ બહાર નીકળતાં જ બંને જણાએ જાેયું તો ગામના લોકો હાથમાં મશાલ લઈને ઉભા હતા અને સૌથી આગળ અંકુર ઉભો હતો.
જ્યારે બંને ચોર મંદિરનો દરવાજાે તોડતા હતા ત્યારે અંકુરે ગામમાં જઈને ગામના લોકોને પોતાની સાથે લઈને મંદિરની બહાર આવ્યો હતો.
ગામના લોકોએ જાેયું તો જે બે સંન્યાસી હતા એ તો ચોર હતા. ગામના લોકોએ બંનેને પકડીને પોલીસને સોંપી દીધા.
આમ અંકુરની હોંશિયારીથી ગામના લોકો લંુંટાતા બચી ગયા અને ચોર પકડાઈ ગયા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.