હવામાન વિભાગની જોરદાર આગાહી, રાજ્યના આ જીલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના

ગુજરાત
ગુજરાત

હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમુક ભાગોમાં વરસાદ વરસવાની સંભાવના છે. તો હવામાન વિભાગની આગાહી આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ પાકિસ્તાન અને કચ્છને અડીને સિસ્ટમ સક્રીય થઈ છે. જેના પગલે વરસાદ પડે તેવી સંભાવના છે. તો સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો આજે વડોદરા, દાહોદ, પંચમહાલ, બનાસકાંઠામાં ભારેની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવારે અમદાવાદ, અમરેલી, બોટાદ, છોટાઉદેપુર, ગાંધીનગર, મોરબી,મહેસાણા, પંચમહાલ જેવા જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આ તરફ દાહોદ, ડાંગ, દેભૂમિ દ્વારકા, જામનગર, જુનાગઢ, મહીસાગર, નર્મદા,નવસારી, પાટણ, પોરબંદર સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. બીજી તરફ બનાસકાંઠા,ગીર સોમનાથ, કચ્છ,રાજકોટ સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.