કુડ્ડાલોરની ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 9 લોકોના મોત; બ્લાસ્ટથી સમગ્ર બિલ્ડિંગ પડી ગઈ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

તમિલનાડુના કુડ્ડાલોર જિલ્લાની એક ફટકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા છે. જ્યારે 4 લોકોને ઈજા થઈ છે. સ્થાનિક પ્રશાસન મુજબ, મૃતકોની સંખ્યા વધે તેવી શકયતા છે. આ ફેક્ટરી કુટ્ટુમન્નારકોઈલ શહેરમાં છે. ચેન્નાઈથી તે 190 કિમી દૂર છે. જોકે હજી સુધી દુર્ઘટનાનું કારણ જાણવા મળ્યું નથી.

મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે, ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટનો અવાજ 3 કિમી સુધી સંભળાયો હતો. બ્લાસ્ટથી ફેક્ટરીને ઘણું નુકસાન થયું છે અને આખી બિલ્ડિંગ પડી ગઈ છે. મૃત્યુ પામેલા લોકોમાં કારખાનાનો માલિક પણ સામેલ છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.