આવો કોઈની મદદ કરીએ ફાઉન્ડેશન અને હિંદુ યુવા સંગઠન સાબરકાંઠા દ્વારા ફાયર ઇન્સ્પેકટરનું સન્માન કરાયું

અરવલ્લી
અરવલ્લી

રખેવાળન્યુઝહિંમતનગર : આવો કોઈની મદદ કરીએ ફાઉન્ડેશન અને હિંદુ યુવા સંગઠન સાબરકાંઠા દ્વારા ફાયર ઇન્સ્પેકટર પ્રતાપસિંહ દેવડા નું સન્માન કરવામાં આવ્યું, આવો કોઈની મદદ કરીએ (વીર પ્રતાપ ફાઉન્ડેશન ) ના સ્થાપક, અને હિંદુ યુવા સંગઠન ઉ.ગુજરાત ના પ્રમુખ ભૃગુવેદ્રસિંહ કુંપાવત અને એમની ટીમ દ્વારા લોક ડાઉન માં કોરોના જેવી વૈશ્વિક મહામારી માં જનમાનસ વચ્ચે યોદ્ધા તરીકે સર્વોત્તમ ભૂમિકા ભજવનાર જેમણે જીવના જોખમે સેવા કરેલ છે એવા ફાયર ઇન્સ્પેકટર પ્રતાપસિંહ દેવડા નું સન્માન કરવામાં આવ્યું,
પ્રતાપસિંહ દેવડા દ્વારા આજ દિન સુધી ૬૩ વ્યક્તિઓ અને ૭૨૨ પશુ પક્ષીઓ ને નવજીવન બક્ષ્યું છે, પાણી તેમજ અકસ્માત સમયે ૧૦૧૦ ડેડ બોડી પરિવાર જનોને અંતિમ દર્શન કરાવેલ છે, તેમજ ૨૩૦૦ ફાયર કોલ કરેલ છે,
પ્રતાપસિંહ ના વિશિષ્ટ કર્યો થી પ્રભાવિત થઈ મહા મહિમ રાષ્ટ્રપતિ શ્રી તરફ થી રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરેલ છે,સન્માન સર્વિનભાઈ પટેલ,ગુણવંત સિંહ કુંપાવત મનીષભાઈ કીમતાની, તેજસ પટેલ, સુનીલ શાહ, મિતુલ ભાઈ વ્યાસ,પ્રતિકભાઇ પટેલ, દિગ્વિજયસિંહ પૂવાર, કેતનભાઈ શ્રીમાળી, મયુરભાઈ પ્રજાપતિ, દીપરાજસિંહ રાજપૂત, વનરાજસિંહ રાઠોડ, ઉત્પલ પંચાલ, દિપેન્દ્ર સિંઘ બેદી, હર્ષ પટેલ, મહિપલસિંહ ચૌહાણ, દ્વારા કરવામાં આવ્યું


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.