ફેસબુકે ભાજપ ધારાસભ્ય ટી રાજા પર પ્રતિબંધ લગાવ્યો, લઘુમતી વિરુદ્ધ કોમેન્ટના કેસમાં કાર્યવાહી કરાઈ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

હેટ સ્પીચ મામલે વિવાદ વધતા ફેસબુકે તેલંગાણાના ભાજપ ધારાસભ્ય ટી રાજાસિંહ પર પ્રતિબંધ લગાવી દીધો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ફેસબુકે કહ્યું છે કે, અમારા પ્લેટફર્મ દ્વારા હિંસા અને નફરતને ફેલાવવાની પોલિસી જે નહીં માને તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

ફેસબુકે કહ્યું કે, અમારી પોલિસી વિરુદ્ધ જનારા યુઝર્સ સામે મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેથી જ અમે ધારાસભ્ય સામે પણ કાર્યવાહી કરી છે. ટી રાજા પર ફેસબુકની સાથે સાથે ઈન્સ્ટાગ્રામ ઉપર પણ પ્રતિબંધ લગાવાયો છે. અલ્પસંખ્યકો વિરુદ્ધ કોમેન્ટના મામલે રાજા પર એક્શન લેવામાં આવ્યા છે.

ગત મહિને અમેરિકન ન્યૂઝ પેપર વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં ફેસબુક અધિકારીઓ ભાજપ નેતાઓ અને તેમની સાથે જોડાયેલા ગ્રુપ્સ પર હેટ સ્પીચનો નિયમ લાગુ નથી કરી રહ્યા. ત્યારપછી કોંગ્રેસે કહ્યું હતું કે, ફેસબુક અને ભાજપની સાંઠગાંઠ છે. ભાજપને વળતો હુમલો કરીને, કોંગ્રેસ અને ફેસબુક પર મિલીભગતનો આરોપ લગાવ્યો હતો.

હેટ સ્પીચ વિશે વિવાદોમાં ઘેરાયેલી ફેસબુકના અધિકારી બુધવારે સાંજે સંસદીય સમિતિ સામે રજૂ થયા હતા. ત્યાં અંદાજે 200 મિનિટ સુધી તેમની સાથે વાત થઈ હતી. ભાજપ સાંસદોએ પૂછ્યું કે, શું જયશ્રી રામ કહેવું કોમ્યુનલ છે?


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.