પાટણના ધારપુર હોસ્પિટલમાંના ડોક્ટર દ્વારા એન્ડોસ્કોપથી નાકમાં થયેલી ગાંઠનું સફળ ઓપરેશન કરાયું

પાટણ
પાટણ

પાટણની ધારપુર હોસ્પિટલમાં પાટણની નજીકના ગામની દીકરીને નાકમાં મસો થયેલો જેનાથી નાક બંધ રહેતું, શ્વાસ લેવામાં તકલીફ તથા લોહી મિશ્રિત રસી આવ્યા કરતી હતી. દવાઓથી વધુ રાહત ન રહેતાં થોડા વર્ષો અગાઉ ખાનગી દવાખાનામાં દાખલ થઈ ,ઓપરેશન કરાવી નાકનો મસો દૂર કરાવ્યો હતો પરંતુ નાકની અંદરની ગાંઠ સામાન્ય ન હોવાથી ફરીથી પાંગરીને ,મગજ બાજુ તથા આસપાસના હાડકાં ખોતરીને આગળ વધવા લાગી હતી .


દર્દીના સગાંઓએ અન્ય અભિપ્રાય લીધાં પરંતુ આ પ્રકારના ગંભીર રોગના ઓપરેશન માટે કોઈએ તૈયારી ન બતાવી ત્યારે છેલ્લે ધારપૂર હોસ્પિટલના કાન નાક ગળાના વિભાગમાં તપાસ કરાવી હતી . વિભાગના વડા અને ડીન ડો.હાર્દિક શાહ આ કેસનો ઉંડો અભ્યાસ કર્યો હતો તેમની ટીમ વડે તમામ રીપોર્ટસ તૈયાર કરાવી , નાક અને સાયનસમાં પ્રસરેલી જોખમી ગાંઠને ઓપરેશન દ્વારા દૂર કરવાનું નક્કી કર્યું .નજીકના ભૂતકાળમાં આ પ્રકારની નાક અને સાયનસમાં થતી ગાંઠ કાઢવા ,નાકની બાજુમાં ચીરો મૂકવો પડતો પરંતુ નવી આધુનિક પધ્ધતિમાં એન્ડોસ્કોપ દ્વારા કોઈપણ પ્રકારના ચીરા કે ટાંકા વગર નાકમાંથી જ ગાંઠ દૂર કરાય છે.તદ્ઉપરાંત આ પ્રકારના ગંભીર અને અટપટા રોગ માટે અતિ આધુનિક સારવાર કે જે માત્ર મોટા શહેરમાં જ ઉપલબ્ધ છે તે કોબ્લેટર મશીન પણ હોસ્પિટલ સુપરિન્ટેન્ડેન્ટ ડો .પારુલબેન શર્મા દ્વારા ઉપલબ્ધ કરાવાયું હતું આ પ્રકારની ગાંઠમાં લોહીની નસો વધુ પ્રમાણમાં હોવાથી ઘણું બ્લીડીંગ થવાની શક્યતા હોય છે .તમામ તૈયારી પછી દર્દીને બેહોશ કરીને આ ઓપરેશન હાથ ધરાયું અને ત્રણ ચાર કલાકની કાળજીપૂર્વકની તથા ખાસ કાબેલિયતભરી પધ્ધતિ દ્વારા ઓછામાં ઓછો બ્લડ લોસ થાય તે માટે કોબ્લેટર,કોટરી અને એન્ડોસ્કોપના ઉપયોગથી ડો.હાર્દિકભાઈ , ડો .ભગીરથભાઈ અને ટીમ તથા એનેસ્થેસીયા ડીપાર્ટમેન્ટ અને ઓટી સ્ટાફના ટીમ વર્કથી સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.