લૉકડાઉનમાં પણ સાઇકલ ઈન્ડસ્ટ્રી પર બ્રેક નહીં, મે માસથી જુલાઈ સુધીમાં દેશભરમાં 34 લાખથી વધુ સાઇકલો વેચાઈ

Business
Business

કોરોના કાળમાં સાયકલ ઈન્ડસ્ટ્રીના સારા દિવસો આવી ગયા છે. લોકડાઉન દરમિયાન મેથી જુલાઈ સુધી આશરે 34 લાખ સાયકલો વેચાઈ છે. અર્થાત આશરે 37 હજાર સાયકલો.

મેન્યુફેક્ચરર્સ અનુસાર, જિમ અને હેલ્થ ક્લબ બંધ થતાં સાયકલની માગ વધી છે. સ્પોર્ટ્સ, ગીયર્ડ બાઈક્સ, કિડ્સ અને ફેન્સી સાયકલોની માગ સતત વધી છે. ભારત વિશ્વનુ બીજા ક્રમનુ મોટુ સાયકલ ઉત્પાદક છે. ભારતમાં દરવર્ષે 2.20 કરોડ સાયકલોનુ ઉત્પાદન થાય છે. દેશભરમાં સાયકલ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા 4 હજાર યુનિટ્સ છે. તેની સાથે આશરે 5 લાખથી વધુ લોકો જોડાયેલા છે. જેમાંથી 90 ટકાથી વધુ કારોબારી તથા યુનિટ્સ લુધિયાણામાં સ્થિત છે.

ઓલ ઈન્ડિયા સાયકલ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના સેક્રેટરી જનરલ ડો. કેબી ઠાકુર જણાવે છે કે, 58 વર્ષમાં અત્યારસુધી મારા જીવનમાં સાયકલની માગમાં આવી તેજી ક્યારેય જોવા મળી નથી. માગમાં તેજીની સ્થિતિ ત્યારે સર્જાઈ છે, ત્યારે કોરોના કાળને લીધે સરકારી ઓર્ડર બંધ થયા છે. આશરે 25 ટકા સેલ વિભિન્ન રાજ્યોની સરકારી ખરીદી પર નિર્ભર હોય છે. મહામારીનુ સંકટ પૂર્ણ થયા બાદ માગમાં વધુ વધારો નોંધાશે.

ઉદ્યોગ જગતના નિષ્ણાતો અનુસાર, ભારતીય સાયકલ ઉદ્યોગ હાલ વાર્ષિક 5થી 7 ટકાના દરે ગ્રોથ કરી રહ્યો છે. પરંતુ માગમાં મોટાપાયે નોંધાયેલી તેજીના પગલે ઈન્ડસ્ટ્રીમાં 20 ટકા સુધીનો ગ્રોથ નોંધાઈ શકે છે. પ્રથમ વખત સાયકલના વપરાશકારોની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળી છે. બાળકો અને ગિયરવાળી સાયકલોના કુલ વેચાણોમાં હાલ 45 ટકા હિસ્સો છે. અત્યારે વેચાણોમાં આ સેગમેન્ટનો હિસ્સો વધી 55-60 ટકા સુધી થવાનો આશાવાદ છે. મોટા શહેરો-વિસ્તારોમાં માગ વધવાની સંભાવના મજબૂત થઈ છે.

જો કે, લોકડાઉનમાં ઉત્પાદનમાં ઘટાડા સામે માગ વધતા સપ્લાયમાં મુશ્કેલીઓ આવી છે. કોવિડ-19 ગાઈડલાઈન્સ અંતર્ગત કારખાનાઓમાં 70થી 75 ટકા ઉત્પાદન ક્ષમતા સાથે કામગીરી થઈ રહી છે. ઉત્પાદન અને કાચા માલનો સપ્લાય પ્રતિબંધિત થતાં સાયકલોની ડિલિવરીમાં 15થી 20 દિવસ સુધીનો વેટિંગ પિરિયડ ચાલી રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.