પ્રદેશ પ્રમુખના સ્વાગતની તૈયારી ઓમાં પાલનપુર પાલિકા તંત્રનો દુરૂપયોગ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર  : ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષના આગમનને આવ કારવા ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ આરંભાઈ છે. જેમાં પાલનપુર ખાતે નગર પાલિકાની મશીનરી અને કર્મચારીઓનો ઉપયોગ કરાતો હોવાનું બહાર આવ્યું છે.
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની મુલાકાતને લઈને ભાજપ દ્વારા પાલનપુર શહેરને બેનરો સાથે ધજા-પતાકા અને કમાન લગાવી શણગારવામાં આવી રહ્યું છે. જોકે, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખને આવકારવાની તૈયારીઓમાં ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા દ્વારા પાલિકાના કર્મચારીઓ અને મશીનરી નો ઉપયોગ કરાતો હોવાનું બહાર આવ્યું છે. પક્ષ પ્રમુખ સી.આર.પાટીલ ને આવકારવા માટે પાર્ટીના કાર્યકર્તાઓ ને બદલે નગરપાલિકાના કર્મચારીઓનો દુરુપયોગ કરાઈ રહ્યો છે. પાલિકાના કર્મચારીઓ પાલિકાની સાધન સામગ્રી લઈને શહેરમાં ભાજપના ઝંડા અને બેનરો લગાવતા જોવા મળી રહ્યા છે. ત્યારે પાલનપુરના નગરજનોને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ પાલિકા હવે હરકતમાં આવતા લોકોમાં પણ કચવાટ ની લાગણી જોવા મળી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.